News of Wednesday, 9th July 2025
ભગવાન રામ નેપાળી હતાં: નેપાળના પીએમનું વિવાદિત નિવેદન

કાઠમંડુ,તા.૦૯: ભગવાન રામ નેપાળમાં જન્મ્યાં હોવાનું કહી વિવાદમાં ફસાયેલાં નેપાળના વડા-ધાન કે.પી.શર્મા ઓલીએ ફરી એકવાર આવો બફાટ કર્યો છે. વાલ્મિકી રામાયણનો સંદર્ભ આપતાં કોલીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ભગવાન રામ ભારતીય નહીં પરંતુ નેપાળી હતાં. એટલું જ નહીં તેમણે તો ભગવાન શિવ, મહર્ષિ વાલ્મિકી તથા વિશ્વામિત્ર પણ નેપાળી હોવાનો દાવો કરી દીધો છે. કોલીએ જણાવ્યું હતું કે, ભગવાન રામનો જન્મ જે જગ્યાએ થયો હતો તે સ્થળ નેપાળમાં છે. આપણે પર્યટનને પ્રોત્સાહન આપવાની વાત કરીએ છીએ, તો કોઈ એ કેવી રીતે કહી શકે કે રામનો જન્મ અન્ય કોઈ દેશમાં થયો હતો? રામનો જન્મ વર્તમાન નેપાળમાં થયો હતો. તે સમયે તે નેપાળના નામે ઓળખાતું હતું કે નહીં તે અલગ વાત છે પરંતુ હાલમાં આ સ્થળ નેપાળમાં છે.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
