તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 6th July 2025
હવે મીઠા ક્ષેત્રે સહકારી ક્રાંતિ: અમૂલની પેટર્ન પ્રમાણે અગરિયાઓની સહકારી મંડળી બનાવી મીઠાનું થશે વેચાણ : જુઓ વિડીયો
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે કરી જાહેરાત : કચ્છના સરહદ ડેરીના ચેરમેન અને અમૂલ ડેરીના વાઇસ ચેરમેન વલમજી હુંબલને સોંપી જવાબદારી

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : હવે દૂધની સહકારી મંડળી અને ડેરી પેટર્ન પ્રમાણે મીઠાનું ઉત્પાદન, ખરીદી અને વેંચાણ કરાશે. આ માટે કચ્છ જિલ્લા નમક સહકારી સમિતિની સ્થાપના કરાઈ છે. આ અંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે અગરિયાઓના કલ્યાણ અર્થે મહત્વની જાહેરાત કરી છે. જે અનુસાર મીઠાના ઉત્પાદન, ખરીદી અને વેચાણ સહકારી મંડળી દ્વારા અમૂલ પેટર્ન પ્રમાણે થશે. કચ્છમાં સૌથી વધુ મીઠુ પાકે છે. એટલે મીઠાના અગરિયાઓ સાથે સંકળાયેલ આ સંસ્થાનું સંચાલન અમૂલના વાઇસ ચેરમેન અને કચ્છની સરહદ ડેરીના ચેરમેન વાલમજી હુંબલ કરશે
. અમિતભાઈ શાહે વધુમાં જણાવ્યું હતું કે હાલ ૬૦ % મીઠાનું ઉત્પાદન કચ્છમાં થાય છે અને જે અગરિયા છે તેમને અત્યારે મીઠાના એક કિલોના માત્ર ૩૫ પૈસા મળે છે. મીઠું પકવતા જે માલિકો છે તેમને એક રૂપિયામાં મીઠુ મળે છે અને માર્કેટમાં આ જ મીઠુ ૨૦ થી ૨૫ રૂપિયાના કિલોના ભાવે વેચાય છે. અગરિયાઓનું શોષણ અટકે અને તેઓ આર્થિક સદ્ધર બને એ હેતુથી જે રીતે દૂધના વ્યાપારમાં ક્રાંતિ થઈ છે તેવી ક્રાંતિ મીઠામાં આવે તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. દેશમાં જે રીતે દૂધમાં શ્વેત ક્રાંતિ થઈ તેવી જ ક્રાંતિ મીઠામાં થાય તે પ્રકારનો અમારો પ્રયાસ છે. સમગ્ર દેશમાં ટેસ્ટ ઓફ અમૂલ છે, તેવુંજ સ્લોગન મીઠા માં પણ લાગશે અને સમગ્ર વિશ્વમાં તેનો ફેલાવો થશે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
