<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th July 2025

બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે કથળી ગઈ : પોલીસ ગુનેગારોને સુરક્ષિત રાખવામાં વ્યસ્ત: આપ ના પ્રહાર

આમ આદમી પાર્ટીએ કહ્યું કે ભાજપ અને એનડીએ શાસિત બિહારમાં ગુનાખોરી બધી હદો વટાવી ગઈ

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીએ કહ્યું કે ભાજપ અને એનડીએ શાસિત બિહારમાં ગુનાખોરી બધી હદો વટાવી ગઈ છે. બિહારની રાજધાની પટનામાં ગુનેગારોએ ભાજપના નેતા અને ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની ગોળી મારીને હત્યા કરી દીધી. આ ઘટના દર્શાવે છે કે બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે કથળી ગઈ છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવાને બદલે, બિહાર પોલીસ પૈસા પડાવવા અને ગુનેગારોને સુરક્ષિત રાખવામાં વ્યસ્ત છે. તેમના માટે પ્રાથમિકતા જનતાની સુરક્ષા નહીં પણ ગુંડાઓ અને ગુનેગારોની સુરક્ષા છે.

 


 

(9:55 AM IST)