તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અતિ મહત્વકાંક્ષી બિગ બ્યુટીફૂલ બિલ અમેરિકી સંસદમાં પસાર
અગાઉ સેનેટમાં ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સના નિર્ણાયક ટાઈ-બ્રેકિંગ મતથી આ બિલમાં ટ્રમ્પને મોટી જીત મળી હતી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અતિ મહત્વકાંક્ષી બિગ બ્યુટીફૂલ બિલ અમેરિકી સંસદમાં પસાર થયું છે અગાઉ યુએસ સંસદના ઉપલા ગૃહ - સેનેટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મહત્વાકાંક્ષી બજેટ પ્રસ્તાવને પસાર કરી દીધો હતો તેને વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ નામ આપવામાં આવ્યું હતું . ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સના નિર્ણાયક ટાઈ-બ્રેકિંગ મતથી ટ્રમ્પ વહીવટીતંત્રના ઘરેલુ કાર્યસૂચિને મોટી જીત મળી હતી .
સેનેટ બાદ આ બિલ હવે રાષ્ટ્રપતિ કાર્યાલય પહોંચતા પહેલા મતદાન માટે સંસદના નીચલા ગૃહ - પ્રતિનિધિ ગૃહમાં લઇ જવું હતું ટ્રમ્પના બીજા કાર્યકાળના પાયાના પથ્થર તરીકે ગણાતા આ બિલમાં સરહદ સુરક્ષા, સંરક્ષણ અને ઉર્જા ઉત્પાદન માટે ભંડોળ વધારવાની જોગવાઈ છે. જો કે, આરોગ્ય સંભાળ અને ખાદ્ય સહાય કાર્યક્રમોમાં પ્રસ્તાવિત કાપને કારણે આ બિલ પર વિવાદ શરૂ થયો હતો
(12:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
