<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

તેલંગાણામાં કેમિકલ ફેક્ટરીના રિએક્ટરમાં ભયંકર વિસ્ફોટ :10 કામદારોના મોત :15 થી 20 લોકો ઘાયલ

મેડકના પાસમેલારામ ફેઝ 1 માં સ્થિત સિગાચી ફાર્મા કંપનીમાં વિસ્ફોટ : ફાર્મા કંપનીમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે ઘણા લોકો તેમાં ફસાઈ ગયા

તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીના રિએક્ટરમાં વિસ્ફોટ થતાં 10 કામદારોના મોત થયા છે. 15 થી 20 લોકો ઘાયલ થયા છે.

 

તેલંગાણાના સંગારેડ્ડી ખાતે એક ફાર્મા કંપનીમાં જોરદાર વિસ્ફોટ થયો. ફાર્મા કંપનીમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે ઘણા લોકો તેમાં ફસાઈ ગયા. આ અકસ્માતમાં 15-20 લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે

તેલંગાણા ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર, મેડકના પાસમેલારામ ફેઝ 1 માં સ્થિત સિગાચી ફાર્મા કંપનીમાં આ વિસ્ફોટ થયો હતો. આ કેમિકલ કંપનીમાં રિએક્ટર અચાનક બ્લાસ્ટ થયો હતો. 

 

ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગના વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, મૃત્યુઆંક વધી શકે છે. હજુ પણ ઘણા લોકો ફસાયેલા હોવાના અહેવાલ છે.

 

આ અકસ્માત સવારે 7 વાગ્યે પાસુમિલ્લારમ સ્થિત સિગાચી કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં થયો હતો. વિસ્ફોટ બાદ કામદારો ફેક્ટરીમાંથી બહાર દોડતા જોવા મળ્યા હતા. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

(1:14 PM IST)