તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
સેમિકન્ડક્ટર ચિપ બનાવતી કંપની Nvidia વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ :માઇક્રોસોફ્ટને પાછળ ધકેલ્યું
ટ્રેડિંગ દરમિયાન Nvidia ના શેર $154.10 ની નવી રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા અને તેમાં 4.33 ટકાનો વધારો થયો: તેનું માર્કેટ કેપ 3.763 ટ્રિલિયન ડોલર થયુ

મુંબઈ :સેમિકન્ડક્ટર ચિપ બનાવતી કંપની Nvidiaના શેરમાં બુધવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો. આ દિવસે કંપનીના શેરમાં 4 ટકાથી વધુનો ઉછાળો આવ્યો, જેના કારણે તેનું માર્કેટ કેપ 3.763 ટ્રિલિયન ડોલર થયું. આ સાથે, Nvidia માઇક્રોસોફ્ટને પાછળ છોડીને વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ. માઇક્રોસોફ્ટ 3.658 ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપ સાથે વિશ્વની બીજી સૌથી મૂલ્યવાન કંપની છે.
બુધવારે ટ્રેડિંગ દરમિયાન Nvidia ના શેર $154.10 ની નવી રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા અને તેમાં 4.33 ટકાનો વધારો થયો. Nvidia ના શેરમાં આ વધારો લૂપ કેપિટલના એક અહેવાલ પછી થયો, જેમાં કંપનીના શેરનો લક્ષ્ય ભાવ $175 થી વધારીને $250 કરવામાં આવ્યો. આ સંશોધન પેઢીએ શેર પર તેનું 'બાય' રેટિંગ પણ જાળવી રાખ્યું. રોઇટર્સે તેના અહેવાલમાં લૂપ કેપિટલના વિશ્લેષક આનંદ બરુઆને ટાંકીને જણાવ્યું હતું કે, કૃત્રિમ બુદ્ધિ (AI) ના વધતા ઉપયોગ સાથે, બજાર જનરેટિવ AI અપનાવવાની 'ગોલ્ડન વેવ'માં પ્રવેશી રહ્યું છે. આવી સ્થિતિમાં, Nvidia ની માંગ અપેક્ષા કરતાં વધુ મજબૂત છે.
Nvidia, Microsoft અને Apple વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બનવાની રેસમાં સતત એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યા છે. તાજેતરમાં જૂનની શરૂઆતમાં, Microsoft Nvidia ને પાછળ છોડીને વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની હતી, પરંતુ હવે Nvidia ફરીથી ટોચ પર છે. બુધવારે શેરના ભાવમાં 0.63 ટકાના વધારા સાથે, Apple લગભગ $3.010 ટ્રિલિયનના માર્કેટ કેપ સાથે ત્રીજા સ્થાને રહ્યું છે.
વિશ્વની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓની યાદી
એનવીડિયા - $3.763 ટ્રિલિયન
માઈક્રોસોફ્ટ - $3.658 ટ્રિલિયન
એપલ - $3.010 ટ્રિલિયન
એમેઝોન - $2.250 ટ્રિલિયન
આલ્ફાબેટ (GOOGLEની પેરેન્ટ કંપની) - $2.075 ટ્રિલિયન
મેટા પ્લેટફોર્મ (ફેસબુક) - $1.781 ટ્રિલિયન
સાઉદી અરામકો - $1.569 ટ્રિલિયન
બ્રોડકોમ - $1.244 ટ્રિલિયન
TSMC (તાઇવાન સેમિકન્ડક્ટર) - $1.155 ટ્રિલિયન
ટેસ્લા - $1.055 ટ્રિલિયન
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
