તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
ફેસલેસ સ્ક્રૂટિનીઃ રિટર્નમાં ખામી સહિતના મુદ્દે હજ્જારો કરદાતાઓને નોટિસ ફટકારાઈ
સર્ચ અને સરવેની કાર્યવાહી થઈ તેવા કરદાતાઓને પણ નોટિસ : નોટિસનો નિકાલ થવામાં એકાદ વર્ષનો સમયગાળો વિતતો હોવાનો મત

મુંબઈ, તા.૨૬: ઇન્કમટેક્સમાં કરદાતાઓ સાથે અધિકારીઓ સીધા સંપર્કમાં નહીં આવે તેવા આશયથી ફેસલેસ એસસેમેન્ટ, સ્ક્રુટીની સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે. તે અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માટે મોટી સંખ્યામાં કરદાતાઓને નોટીસ આપવામાં આવી છે. તેમાં રીટર્નના ડેટા મીસમેચ હોય તે સહિતની બાબતો તપાસ દરમિયાન બહાર આવતા ઈન્કમટેક્સ વિભાગે નોટીસ ફટકારીને કરદાતાઓને જવાબ રજુ કરવા તાકીદ કરી છે.
ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરચોરી પકડવા માટે સમયાંતરે સર્ચ અને સરવેની કામગીરી કરતા હોય છે. તેમાં શંકાસ્પદ દસ્તાવેજ જપ્ત કરીને કરદાતાઓએ ટેક્સ ચોરી કરવા માટે રીટર્નમાં ઓછી આવક દર્શાવી હોય તો તેને ઝડપી પાડીને નોટીસ આપવામાં આવતી હોય છે. સાથે સાથે તેઓ સાથે વેપારમાં સંકળાયેલાઓને પણ નોટીસ આપવામાં આવતી હોય છે. આ ઉપરાંત ફેસલેસ સ્કુટીની દરમિયાન પણ અધિકારીઓ દ્વારા કરેલી તપાસમાં રીટર્નમાં ઓછી આવક દર્શાવી હોય તેવા કિસ્સામાં પણ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. તે માટેની નોટીસ આપવાની શરુઆત કરવામાં આવી છે.
તેમાં હજ્જારો કરદાતાઓને ફેસલેસ સ્ક્રુટીની અંતર્ગત નોટીસ ફટકારીને પુરતા પુરાવા રજુ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. જોકે કરદાતાઓ દ્વારા તે માટેનુ પુરાવા ઓનલાઇન જ અપલોડ કરવાના હોય છે. તે પુરાવા રજુ કરવામાં આવ્યા પછી અધિકારીને યોગ્ય લાગે તો કેસ પર પૂર્ણ વિરામ મુકતા હોય છે. નહીં તો આગળની કાર્યવાહી કરીને ટેક્સ ચોરી કરવાની કાર્યવાહી કરીને વસુલાત કરવામાં આવતી હોય છે.
તે તમામ પ્રક્રિયા ઓછામાં ઓછી એક વર્ષ અને તેના કરતા પણ વધુ સમય માટે ચાલતી હોવાનુ જાણકારો કહી રહ્યા છે. આ અંગે સીએ અતીત દિલીપ શાહે જણાવ્યુ હતુ કે ફેસલેસ સ્કુટીની હેઠળ કરદાતાઓને નોટીસ આપવામાં આવી રહી છે. તેમાં કરદાતા દ્વારા પુરાવા રજુ કરવા માટે પણ સમય આપવામાં આવ્યો છે તે સમયગાળામાં જવાબ રજુ કરવામાં નહીં આવે તો ટેક્સ ચોરી કરી હોવાની ગણતરી કરીને અધિકારી દ્વારા કાર્યવાહી કરશે. તેના માટે પુરાવા રજુ કરી દેવામાં આવે તે જ કરદાતાના હિતમાં છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
