News of Thursday, 26th June 2025
પેનાસોનિક ભારતમાં ફ્રીજ અને વોશીંગ મશીન વેચશે નહિ
કંપની હવે હોમઓટોમેશન અને એસી પર ધ્યાન કેન્દ્રિત કરશેઃ વ્હર્લપૂલ અને વોલ્ટાસને બખ્ખા !

નવી દિલ્હી, તા.૨૬: હવે તમને ભારતમાં પેનાસોનિકના ફ્રીજ અને વોશિંગ મશીન નહીં મળે, કારણ કે આ કંપનીએ કહ્યું છે કે તે ભારતીય બજારમાંથી બહાર નીકળી જશે. જોકે, કંપનીના બાકીના ઉત્પાદનો ઉપલબ્ધ રહેશે. કંપનીનો આ નિર્ણય કર્મચારીઓ માટે ખરાબ સમાચાર સાબિત થશે, પરંતુ આ સમાચાર પછી બે કંપનીઓના શેરમાં તેજી આવી છે. તેની હરીફ ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓ વ્હર્લપૂલ અને વોલ્ટાસમાં ૨૬ જૂને સારો વધારો જોવા મળ્યો. તમને જણાવી દઈએ કે જાપાની કંપની પેનાસોનિક ભારતમાં તેના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બિઝનેસમાં ઘટાડો કરી રહી છે, કારણ કે તે રેફ્રિજરેટર અને વોશિંગ મશીન સેગમેન્ટમાં બજારમાં સારી પકડ મેળવી શકી નથી. ઇકોનોમિક ટાઇમ્સે કંપનીના કેટલાક લોકોને ટાંકીને આ માહિતી આપી છે.
પેનાસોનિકના પ્રવક્તાએ પુષ્ટિ આપી છે કે તેઓ ભારતમાં આ બંને પ્રોડક્ટ (રેફ્રિજરેટર અને વોશિંગ મશીન) કેટેગરીમાંથી બહાર નીકળી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, કંપની હરિયાણાના ઝજ્જરમાં આવેલી તેની ફેક્ટરીમાં આ પ્રોડક્ટ્સનું ઉત્પાદન બંધ કરી રહી છે. હાલમાં આ ફેક્ટરી અન્ય બ્રાન્ડ્સ માટે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કરે છે.
પેનાસોનિકના પ્રવક્તાએ કહ્યું, અમારી વૈશ્વિક વ્યૂહરચના અને બજાર અનુસાર, અમે હવે ભારતમાં હોમ ઓટોમેશન, એર કન્ડીશનર (એસી), બિઝનેસ-ટુ-બિઝનેસ સોલ્યુશન્સ, ઇલેક્ટ્રિકલ અને એનર્જી સોલ્યુશન્સ જેવા વળદ્ધિ સેગમેન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. અમે ડીલરોને બાકીની ઇન્વેન્ટરી સાફ કરવામાં મદદ કરીશું અને ગ્રાહકોને વોરંટી અને સેવા સપોર્ટ પણ ચાલુ રાખીશું. ઘણા લોકો તેમની નોકરી ગુમાવશે તેની ખાતરી છે
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
