<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

ગુજરાતમાં કોંગ્રેસ સાથે પેટાચૂંટણીને લઈને સમજૂતી થઇ હતી પરંતુ તેમણે પાલન ન કર્યું:‘આપ'ના આકરા પ્રહાર

રાજયમાં કોંગ્રેસ ભાજપનો વિકલ્‍પ નથીઃ કેજરીવાલ અમે કોંગ્રેસની બેઠક ઉપર ઉમેદવાર ન ઉતાર્યા, તેઓ અમારી બેઠક ઉપરથી લડયાઃ ઇટાલીયા

નવી દિલ્‍હીઃ તા.ર૬, ગુજરાત અને પંજાબમાં આમ આદમી પાર્ટી ને બે વિધાનસભાની બે બેઠકો પર જીત થતાં દિલ્‍હીના પૂર્વ મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. જેમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસ ભાજપનો વિકલ્‍પ નથી, પણ તેના ખોળામાં બેઠી છે. કોંગ્રેસનું ટોચનું નેતૃત્‍વ ભાજપ સાથે મળેલુ છે.

AAPના સંયોજકે આરોપ લગાવ્‍યો કે, ગુજરાતમાં કોંગ્રેસે તેમની પાર્ટીને દગો આપ્‍યો છે. તેમણે જણાવ્‍યું કે, બંને પક્ષ વચ્‍ચે પેટાચૂંટણીને લઈને સમજૂતી થઈ હતી, જેનું કોંગ્રેસે પાલન ન કર્યું.

ગુજરાતની વિસાવદર અને પંજાબની લુધિયાણાની પヘમિ વિધાનસભાની પેટાચૂંટણીમાં AAPને જીત મળી છે, ત્‍યારે પાર્ટીના બેવડા વિજયની ઉજવણી માટે આયોજિત કાર્યક્રમમાં કેજરીવાલે સંબોધન આપ્‍યું હતું. ગુજરાતમાં કોંગ્રેસ સાથે થયેલી સમજૂતીની વાત કરતાં કેજરીવાલે જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી બાદ તેમના પાંચ ધારાસભ્‍ય ભાજપમાં જતા રહ્યા હતા અને AAPના એક ધારાસભ્‍યે પણ આવું કર્યું હતું. જેને લઈને બંને પક્ષો વચ્‍ચે વાતચીત થઈ હતી.

કેજરીવાલે કહ્યું કે,‘કોંગ્રેસ કહેલુ કે જે પાંચ બેઠક પર તેમના ધારાસભ્‍યો ભાજપમાં જોડાયા હતા, તેના પર AAP ચૂંટણી ન લડે અને જે બેઠક પર AAPના ધારાસભ્‍યે ભાજપમાં જોડાયા તે બેઠક પર કોંગ્રેસ ચૂંટણી નહી લડે. જયારે ગત વર્ષે આ પાંચ બેઠકો પર ચૂંટણી થઈ અને જેમાં ખ્‍ખ્‍ભ્‍マ એકપણ બેઠક પર ચૂંટણી લડી ન હતી. જયારે AAPની બેઠક પર આ વર્ષે ચૂંટણી થઈ, જેમાં ભાજપના આદેશ આવવાથી કોંગ્રેસ ચૂંટણી લડવાની ના પાડી શકી નહી. કોંગ્રેસ AAP સાથે દગો કર્યો અને પોતાની ઉમેદવારી નોંધાવી હતી.’

કેજરીવાલે આરોપ લગાવતા કહ્યું કે,‘દેશની સૌથી જૂની પાર્ટીનું ટોચનું નેતૃત્‍વ ભાજપ સાથે ગઠબંધનમાં છે. તેઓએ અમને હરાવવા માટે પોતાના ઉમેદવાર ઉભા રાખ્‍યા હતા. આ સ્‍પષ્ટપણે દર્શાવે છે કે દેશને કોંગ્રેસ પાસેથી કોઈ અપેક્ષા નથી. કોંગ્રેસ ભાજપ સાથે છે. કોંગ્રેસનું ટોચનું નેતૃત્‍વ અમારી સાથે ગઠબંધનમાં છે. હું આ વાત સંપૂર્ણ જવાબદારી સાથે કહી શકું છું. આના પૂરા પુરાવા છે. અમે તે પાંચ બેઠકો છોડી દીધી હતી, પરંતુ તેમ પણ તે હારી ગયા. તેમણે લડવા છતાં અમે જીત્‍યા.

ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ‘કોંગ્રેસનાપાંચ અને અમારા એક ધારાસભ્‍યે પાર્ટી બદલી. પાંચ પર ચૂંટણી થઈ પરંતુ અમારી બેઠક પર ચૂંટણી ન થઈ. જયારે ૬ બેઠક પર ચૂંટણી આવવાની હતી. કોંગ્રેસ સાથે અમારી સમજૂતી થઈ હતી કે, અમે કોંગ્રેસની બેઠકો પર ઉમેદવારોને નહી ઉતારીએ અને અમે તેમની પાંચ બેઠક પર ઉમેદવારો ન ઉતાર્યા. પરંતુ તેમણે અમારી બેઠક પર ઉમેદવાર ઉતાર્યા. ગઈ વખતે કોંગ્રેસને ૧૮૦૦૦ મત મળ્‍યા, જયારે આ વખતે ૫૦૦૦ મત મળ્‍યા. પરંતુ અમારા મત વધુ રહ્યા

(3:15 PM IST)