<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

અનીતા પણ સોનમ રઘુવંશીની બહેન નીકળી : બે મહિનાના પ્રેમ માટે થઈ પતિને પતાવી દીધો

પ્રેમ, દગો અને કાવતરાનો એક ખતરનાક મેળ કયારેય નહીં જોયો હોય,જેવું સુરેશ બાબૂની હત્‍યામાં સામે આવ્‍યું છે

અનંતપુર, તા.૨૬: ઈન્‍દોરથી લઈને તેલંગાણા અને આંધ્ર પ્રદેશ સુધી પતિપ્રપત્‍નીના સંબંધમાં વધતી ખટાશ અને ખતરનાક વળાંકના ભયંકર કિસ્‍સાઓ જોવા મળી છે. તમે રાજા રઘુવંશી મર્ડર કેસ વિશે તો જાણતા જ હશો. આ મામલો હજુ શાંત પડ્‍યો નથી, પણ દેશમાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરની ઘટના આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લાના એક શાંત ગામની છે. આ ઘટનાએ આખા ગામને હચમચાવી નાખ્‍યું છે. પ્રેમ, દગો અને કાવતરાનો એક ખતરનાક મેળ કયારેય નહીં જોયો હોય, જેવું સુરેશ બાબૂની હત્‍યામાં સામે આવ્‍યું છે.

આ ઘટના અનંતપુર જિલ્લાના અક્કમપલ્લીપ્રરચનાપલ્લી રોડની છે. ૪૩ વર્ષિય સુરેશ બાબૂ રોજની માફક પોતાની નાની હોટલ બંધ કરી મોડી રાતે બાઈકથી ઘરે પરત ફરી રહ્યા હતા, પણ તેમને શું ખબર હતી કે આ રસ્‍તા પર તેમની જિંદગીની છેલ્લા શ્વાસ રાહ જોઈ રહ્યા હશે. અચાનક તેમના પર હુમલો થયો. પહેલા બોટલથી ઘા કર્યા અને પછી પેચકસ અને છેલ્લે પથ્‍થરથી કચડીને જીવ લઈ લીધો.

પોલીસે આ સનસનીખેજ કિસ્‍સાનો ખુલાસો ફક્‍ત છ કલાકમાં કરી નાખ્‍યો. તપાસમાં સામે આવ્‍યું કે, આ હત્‍યાનું કાવતરું ખુદ સુરેશની પત્‍ની અનીતા (૩૭)એ રચ્‍યું હતું. છેલ્લા બે મહિનાથી તે પોતાની પ્રેમી ફખરુદ્દીન (૩૪) સાથે સંબંધમાં હતી. બંનેએ મળીને સુરેશને રસ્‍તામાંથી હટાવવાનો ખતરનાક પ્‍લાન બનાવ્‍યો, જેથી તેઓ પોતાની રીતે જીવી શકે.

અનીતાએ પોલીસને જણાવ્‍યું કે, તેનો પતિ દારુ પીને દરરોજ તેની સાથે મારપીટ કરતો હતો. આ પીડામાંથી નીકળવા માટે તેણે પોતાના પ્રેમીને હત્‍યા કરવા માટે ઉશ્‍કેર્યો.

તે રાતે તેણે ખુદ ફોન કરીને ફખરુદ્દીનને કહ્યું કે, આજે જ ખતમ કરી દો બધું.

હત્‍યાની સૂચના મળતા જ અનંતપુર એસપી પી. જગદીશે ખુદ મોર્ચો સંભાળ્‍યો. તેમણે સ્‍પેશિયલ ટીમ બનાવી તરત કાર્યવાહી કરી. ડીએસપી વેંકટસુલુ અને સીઆઈ શેખરની દેખરેખમાં પોલીસે અનીતા અને ફખરુદ્દીન બંનેની ધરપકડ કરી લીધી.

(3:11 PM IST)