તા. ૧૨ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૫ શનિવાર
News of Thursday, 26th June 2025
રૂદ્રપ્રયાગમાં અલકનંદા નદીમાં બસ ખાબકી : ૨ના મોત : અનેક લાપતા
ડ્રાઇવરે કાબુ ગુમાવતા દુર્ઘટના સર્જાય : બચાવ કામગીરી શરૂ : ૮ને બચાવાયા

રુદ્રપ્રયાગ, તા.૨૬: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં મોટો અકસ્માત થયો છે. મુસાફરો ભરેલી બસ અલકનંદા નદીમાં ખાબકી. ઘટનાને પગલે ૧નું મોત જ્યારે ૭ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. રુદ્રપ્રયાગના ધોલતીરમાં મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી છે. આ ઘટના બદ્રીનાથ હાઇવે પર બની છે. હાલ રેસકયુ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ બસમાં ૧૮ લોકો હતા. મળતી માહિતી મુજબ ડ્રાઇવરે કાબૂ ગુમાવતા બસ નદીમાં ખાબકી હતી. આ બસ રાજસ્થાનથી આવી રહી હતી. મળતી માહિતી મુજબ આ અકસ્માત બદ્રીનાથ હાઇવે પર થયો હતો જ્યાં ગોલથીર નજીક બસે નિયંત્રણ ગુમાવી દેતા અલકનંદા નદીમાં પડી ગઈ હતી. અકસ્માત સમયે બસમાં મુસાફરો હતા. બસ ટેકરી પરથી નીચે ઉતરી ગઈ અને સીધી અલકનંદા નદીમાં જઇને પડી ગઈ. ખરાબ હવામાન અને પહાડો પર વરસાદને કારણે નદીનો પ્રવાહ ખૂબ જ ઝડપી હતો. અકસ્માત દરમિયાન લગભગ ચારપ્રપાંચ લોકો બસમાંથી નીચે પડી ગયા અને પહાડો પર ફસાઈ ગયા. જ્યારે અન્ય લોકોને શોધવામાં આવી રહ્યા છે. ઘટનાને પગલે SDRF ની ટીમ બચાવ કામગીરી માટે પહોંચી ગઈ છે. સુરક્ષા એજન્સીઓ પણ ઘટનાસ્થળે હાજર છે. રાહત અને બચાવ કાર્ય ઝડપથી શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આઠ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે એકનું મોત થયું છે. નદીના ઝડપી પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો પણ ઘટનાસ્થળે એકઠા થયા છે.
૧૮ મુસાફરોથી ભરેલી બસ રાજસ્થાનથી આવી રહી હતી. મુસાફરો ચારધામ યાત્રા માટે આવ્યા હતા. અલકનંદા નદીમાં જોરદાર પ્રવાહને કારણે બસ તણાઈ ગઈ હતી. આ દિવસોમાં ઉત્તરાખંડના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તેના કારણે નદીઓ છલકાઈ રહી છે. વરસાદને કારણે અનેક માર્ગ અકસ્માતો પણ થયા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે - રુદ્રપ્રયાગ જિલ્લામાં એક ટેમ્પો ટ્રાવેલરના નદીમાં પડી જવાના સમાચાર ખૂબ જ દુઃખદ છે. SDRF અને અન્ય બચાવ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. હું આ સંદર્ભમાં સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું. હું દરેકની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરું છું.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
