તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
તપાસ એજન્સીઓ દ્વારા વકીલોને સમન્સ મોકલવા પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી
પ્રથમ દ્રષ્ટિએ આવી કાર્યવાહી અસ્વીકાર્ય છે; કોર્ટે આ મામલા પર વિચાર કરવાનો નિર્ણય લીધો છે

નવી દિલ્હી, તા.૨૬: સુપ્રીમ કોર્ટ એ તપાસ એજન્સીઓ અને પોલીસ દ્વારા વકીલોને મોકલવામાં આવતા સમન્સ અને નોટિસ પર ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે બુધવારે પ્રથમ દ્રષ્ટિએ એવો મત વ્યક્ત કર્યો હતો કે, તપાસ એજન્સીઓ દ્વારા વકીલોને તેમના ક્લાયન્ટની માહિતી અથવા સલાહના સંદર્ભમાં પૂછપરછ માટે બોલાવવા અયોગ્ય છે અને કાનૂની વ્યવસાયની સ્વાયત્તતા માટે ખતરો છે.
સુપ્રીમ કોર્ટ ગુજરાત ના એક વકીલની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં ૧૨ જૂનના હાઇકોર્ટ ના આદેશને પડકારવામાં આવ્યો હતો. હાઇકોર્ટે વકીલને તેમના ક્લાયન્ટ વિરુદ્ધના કેસમાં પોલીસ સમક્ષ સમન્સ મોકલવાની નોટિસ રદ કરવાનો ઇનકાર કર્યો હતો.
એક કેસની નોંધ લેતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તપાસ એજન્સીઓ અને પોલીસ દ્વારા વકીલોને મોકલવામાં આવતા સમન્સ અને નોટિસ યોગ્ય નથી. કેસમાં પક્ષકારોને સલાહ આપતા બચાવ પક્ષના વકીલોને તપાસ એજન્સીઓ દ્વારા સીધા સમન્સ મોકલવાની મંજૂરી આપવાથી પોલીસ કાનૂની વ્યવસાયની સ્વાયત્તતાને ગંભીર રીતે નુકસાન પહોંચાડશે અને ન્યાય વહીવટની સ્વતંત્રતા માટે સીધો ખતરો પણ ઉભો કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પ્રથમ દ્રષ્ટિએ આવી કાર્યવાહી અસ્વીકાર્ય છે. કોર્ટે આ મામલા પર વિચાર કરવાનો નિર્ણય લીધો છે અને કેટલાક પ્ર‘ો પણ વિચારણા માટે નક્કી કર્યા છે. જસ્ટિસ કે.વી. વિશ્વનાથન અને એન. કોટિશ્વર સિંહની બેન્ચે ગુજરાતના એક કેસની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી.
સુપ્રીમ કોર્ટે આ મામલા પર વિચાર કરવાનો નિર્ણય લેતા કહ્યું કે, કેસની સુનાવણી દરમિયાન એટર્ની જનરલ આર. વેંકટરામણી, સોલિસિટર જનરલ તુષાર મહેતા, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રમુખ મનન કુમાર મિશ્રા, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન ના પ્રમુખ વિકાસ સિંહ અને સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ ઓન રેકોર્ડ એસોસિએશનના પ્રમુખ વિપિન નાયરની મદદની જરૂર પડશે. કોર્ટે કહ્યું કે બે પ્રશ્નો વિચારવા યોગ્ય છે.
મહત્વના બે પ્રશ્નો એ છે કે, પ્રથમ પ્ર જ્યારે કોઈ વ્યક્તિ ફક્ત વકીલ તરીકે પક્ષને સલાહ આપી રહી હોય, ત્યારે શું તપાસ એજન્સી, ફરિયાદ પક્ષ અથવા પોલીસ સીધા વકીલને બોલાવે છે? બીજો પ્રશ્ન - ધારો કે એજન્સી પાસે એવો કેસ છે જ્યાં વ્યક્તિની ભૂમિકા ફક્ત વકીલની જ નહીં પરંતુ કંઈક બીજું છે, શું તેઓ હજુ પણ સીધા સમન્સ જારી કરે છે અથવા આવી અપવાદરૂપ પરિસ્થિતિ માટે ન્યાયિક દેખરેખ સૂચવવી જોઈએ.
કોર્ટે કહ્યું કે આ બંને મુદ્દાઓને વ્યાપક ધોરણે સંબોધવાની જરૂર છે કારણ કે, ન્યાય વહીવટની અસરકારકતા અને વકીલોની તેમની વ્યાવસાયિક ફરજો પ્રામાણિકપણે અને સૌથી અગત્યનું નિર્ભયતાથી નિભાવવાની ક્ષમતા જોખમમાં છે.
કોર્ટે કહ્યું કે, આ મામલો ન્યાય વહીવટને સીધી અસર કરે છે, તેથી પ્રથમ દ્રષ્ટિએ કોઈ વ્યાવસાયિકને અટકાયતમાં રાખવું યોગ્ય લાગતું નથી. જ્યારે તે કેસમાં વકીલ હોય ત્યારે કોર્ટે તેના પર વધુ વિચાર કરવો પડશે.
ગુજરાતના વકીલના આ મામલાના મહત્વને ધ્યાનમાં રાખીને, બેન્ચે તેને યોગ્ય નિર્દેશો માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. જોકે, કોર્ટે આ કેસમાં ગુજરાત પોલીસ એ સમન્સ પાઠવેલા વકીલને વચગાળાની રાહત આપી છે. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે, આ દરમિયાન હાઇકોર્ટના આદેશ પર રોક લગાવવામાં આવશે અને અરજદારને જારી કરાયેલા સમન્સ અને અન્ય નોટિસોના અમલ પર પણ રોક લગાવવામાં આવશે. કોર્ટે ગુજરાત સરકાર ને પણ નોટિસ ફટકારી છે.
તાજેતરના વિકાસને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે વકીલોને સમન્સ અને નોટિસ અંગે કરેલી ટિપ્પણીઓ મહત્વપૂર્ણ છે. હાલમાં, ચ્ઝએ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલો અરવિંદ દત્તાર અને પ્રતાપ વેણુગોપાલને તપાસના સંદર્ભમાં સમન્સ જારી કર્યા હતા, જેના પર વિવિધ વકીલ સંગઠનોએ આકરી પ્રતિક્રિયા આપી હતી અને તેનો વિરોધ કર્યો હતો. ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ને પણ એક પત્ર લખવામાં આવ્યો હતો. ત્યારબાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ સમન્સ પાછા ખેંચી લીધા હતા. ચ્ઝએ વકીલોને નોટિસ અને સમન્સ અંગે એક પરિપત્ર પણ જારી કર્યો હતો.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
