News of Thursday, 26th June 2025
તેલંગાણામાં રાજા રઘુવંશી જેવી ઘટના બનીઃ સોનમની જેમ ઐશ્વર્યાએ પણ પતિની હત્યા કરાવી
મહિલાએ તેના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હતીઃ ઐશ્વર્યાના પ્રેમીનું ભૂતકાળમાં પણ તેની માતા સાથે અફેર હતું

કુર્નૂલ તા.૨૬: રાજા રઘુવંશી હત્યા કેસની તપાસ વચ્ચે, તેલંગાણામાં તેજેશ્વરના મળત્યુનો મામલો પણ પ્રકાશમાં આવ્યો, જ્યાં પોલીસે હત્યાના આરોપમાં તેની પત્ની ઐશ્વર્યાની ધરપકડ કરી. હવે સમાચાર છે કે મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેજેશ્વરની હત્યા કરી હતી. ખાસ વાત એ છે કે ઐશ્વર્યાના પ્રેમીનું ભૂતકાળમાં પણ તેની માતા સાથે અફેર હતું. હાલમાં, પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
૨૩ વર્ષની ઐશ્વર્યા કુર્નૂલની છે. જ્યારે, ૨૬ વર્ષનો તેજેશ્વર ગઢવાલનો રહેવાસી હતો. બંનેના લગ્ન ૧૮ મેના રોજ થયા હતા. આના એક મહિના પછી, તેજેશ્વરનો મળતદેહ એક ગટરમાંથી મળી આવ્યો. પરિવારે ઐશ્વર્યા અને તેના પરિવાર પર હત્યાનો આરોપ લગાવ્યો. પોલીસે મહિલા અને તેની માતા સુજાતાને કસ્ટડીમાં લીધી હતી.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે લગ્નના એક મહિના પછી જ ઐશ્વર્યાએ બેંક મેનેજર થિરુમલ રાવ સાથે મળીને તેજેશ્વરની હત્યાનું આયોજન કર્યું હતું. ખાસ વાત એ છે કે રાવ પહેલાથી જ પરિણીત હતા અને ઐશ્વર્યાની માતા સુજાતા પણ તે જ બેંકમાં કામ કરતી હતી. જોગુલંબા ગઢવાલના એસપી ટી શ્રીનિવાસે જણાવ્યું છે કે રાવની ઓળખ ઐશ્વર્યાના પ્રેમી તરીકે થઈ છે. તેજેશ્વરને મારવા માટે લોન લેવા આવેલા ત્રણ લોકોને તેણે ૨ લાખ રૂપિયા પણ આપ્યા હતા. તેમણે કહ્યું કે આ કેસની તપાસ આંધ્રપ્રદેશ અને તેલંગાણા પોલીસ સંયુક્ત રીતે કરી રહી છે.
રાવની યોજના એવી હતી કે તેજેશ્વરનો મળતદેહ ન મળે અને તેણે ભાગી જવાની વ્યવસ્થા કરી લીધી હતી. અહેવાલ મુજબ તેણે બેંકમાંથી ૨૦ લાખ રૂપિયાની લોન લીધી હતી અને ઐશ્વર્યા સાથે લદ્દાખ ભાગી જવાની તૈયારી કરી હતી. ખાસ વાત એ છે કે રાવે અગાઉ પણ પોતાની પત્નીને બાળકો ન હોવાથી મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું. અહેવાલો અનુસાર, તેનું ઐશ્વર્યાની માતા સુજાતા સાથે પણ અફેર હતું. સુજાતા બેંકમાં સફાઈ કામદાર હતી અને તેની ગેરહાજરીમાં ઐશ્વર્યાએ કામ સંભાળ્યું અને રાવની નજીક આવી ગઈ.
એસપીએ ચેનલને જણાવ્યું હત્યારાઓ જમીન સર્વે કરાવવાના નામે તેજેશ્વરને પોતાની સાથે લઈ ગયા હતા. તે ડ્રાઇવરની પાછળની સીટ પર હતો અને હત્યારાઓએ તેનું ગળું કાપી નાખ્યું. બાદમાં, તેના પેટમાં છરી મારી દેવામાં આવી. હત્યારાઓએ રાવને ફોન પર લાશ બતાવી અને બાદમાં તેને ગટરમાં ફેંકી દીધી.
રિપોર્ટ અનુસાર, એસપીએ કહ્યું, યોજના તેજેશ્વરને કુર્નૂલની તે જ જમીનમાં દફનાવવાની હતી જ્યાં તેમને સર્વે માટે લઈ જવામાં આવી રહ્યા હતા. પરંતુ ત્યાં કેટલાક લોકોને જોઈને તેણે મળતદેહને ગટરમાં ફેંકી દીધો, પરંતુ ગટરમાં પાણી ઓછું હતું. અમે તેજેશ્વરનું સ્થાન શોધવા માટે ફોન સિગ્નલો ટ્રેક કર્યા. અમને લાશ મળી ત્યાં સુધીમાં તે સડી ગઈ હતી. હાથ પરના ટેટૂથી શરીરની ઓળખ થઈ.
રિપોર્ટ અનુસાર, ઐશ્વર્યાની માતા સુજાતાને બેંક મેનેજર સાથેના તેના સંબંધોનો વાંધો હતો અને તેજેશ્વર સાથે લગ્ન કરવા માટે તેના પર દબાણ કરી રહી હતી. તેજેશ્વર અને ઐશ્વર્યાના લગ્ન ૧૩ ફેબ્રુઆરીએ થવાના હતા, પરંતુ તે ભાગી ગઈ. બાદમાં, દહેજ ન આપી શકવાનું બહાનું આપીને, તેણીએ તેજેશ્વરને મનાવી લીધા અને લગ્ન કરાવી દીધા. ફેબ્રુઆરી અને જૂન દરમિયાન તે રાવના સતત સંપર્કમાં રહી. રિપોર્ટ અનુસાર, પોલીસનું કહેવું છે કે લગ્ન દરમિયાન પણ તે ફોન પર વ્યસ્ત હતી, જેના કારણે તેના સાસરિયાઓ વાંધો ઉઠાવી રહ્યા હતા. તેજેશ્વરના ગુમ થયા પછી, પરિવારે ઐશ્વર્યા અને રાવ પર દોષારોપણ કર્યું. ખાસ વાત એ છે કે તે દરમિયાન ઐશ્વર્યા તેના સાસરિયાના ઘરે હતી.(૩૮.૧૧)
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
