<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

વાહ રાજનાથ વાહ...ચીનની હાજરીમાં પાકિસ્‍તાનને લબલબાવ્‍યું

ચીનમાં પાકિસ્‍તાનના સંરક્ષણ મંત્રીની હાજરીમાં સટાસટી બોલાવીઃ આતંકવાદ વિરૂધ્‍ધ એકશન લેતા રહેવાની સિંહગર્જના : દરેક આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપશેઃ શાંતિ અને ત્રાસવાદ સાથે ચાલી નન શકેઃ SCO બેઠકમાં સ્‍પષ્‍ટ વાત

નવી દિલ્‍હી,તા.૨૬: ચીનના કિંગદાઓ શહેરમાં યોજાઈ રહેલી SCO (શાંઘાઈ સહકાર સંગઠન) સંરક્ષણ પ્રધાનોની બેઠક દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આતંકવાદના મુદ્દા પર ચીન અને પાકિસ્‍તાનને યજમાન બનાવવા માટે મનની વાત કરી. તેમણે કહ્યું કે અમે આતંકવાદ સામે કાર્યવાહી ચાલુ રાખીશું. નિર્દોષોનું લોહી વહેવડાવનારાઓને અમે છોડીશું નહીં. કેટલાક દેશો આતંકવાદને સમર્થન આપે છે. આ મહત્‍વપૂર્ણ બેઠકમાં પાકિસ્‍તાનના સંરક્ષણ પ્રધાન ખ્‍વાજા આસિફ પણ હાજર હતા. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્‍ચે, બંને નેતાઓ પહેલીવાર એક મંચ પર સાથે જોવા મળ્‍યા.

SCO સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં, તેમના પાકિસ્‍તાની સમકક્ષની સામે, રાજનાથ સિંહે આતંકવાદ અને ઓપરેશન સિંદૂરનો ખુલ્લેઆમ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આતંકવાદ સામે અમારી કાર્યવાહી ચાલુ રહેશે. તેમણે કહ્યું, ભારત માને છે કે સુધારેલ બહુપક્ષીયતા દેશો વચ્‍ચે સંઘર્ષ અટકાવવા માટે સંવાદ અને સહયોગ માટે મિકેનિઝમ બનાવવામાં મદદ કરી શકે છે. કોઈપણ દેશ, ભલે ગમે તેટલો મોટો અને શક્‍તિશાળી હોય, એકલા હાથે કાર્ય કરી શકતો નથી.

ચીન પહોંચેલા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ફરી એકવાર ત્‍યાંથી પાકિસ્‍તાનને તેનું સ્‍થાન બતાવી દીધું છે. બન્‍યું એવું કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં રાજનાથ સિંહે આતંકવાદ અંગે કડક સંદેશ આપ્‍યો. તેમણે કહ્યું કે આતંકવાદ અને શષાોનો ફેલાવો માનવતા માટે સૌથી મોટો ખતરો છે અને તેનો સામનો કરવા માટે નિર્ણાયક પગલાં લેવા જરૂરી છે. ચીનના કિંગદાઓમાં યોજાયેલી બેઠકમાં રાજનાથ સિંહે પરોક્ષ રીતે પાકિસ્‍તાન પર નિશાન સાધ્‍યું અને બેવડા ધોરણો અપનાવનારાઓ પર સીધો હુમલો કર્યો.

શાંતિ અને આતંકવાદ સાથે નથી ચાલતા

હકીકતમાં, બેઠકમાં રાજનાથ સિંહે કહ્યું હતું કે કેટલાક દેશો સરહદ પારના આતંકવાદને તેમની નીતિનો ભાગ બનાવે છે અને આતંકવાદીઓને આશ્રય આપે છે. SCO એ ખચકાટ વિના આવા દેશોની ટીકા કરવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે શાંતિ અને આતંકવાદ સાથે ન ચાલી શકે.

લોકોને તેમની ધાર્મિક ઓળખના આધારે નિશાન બનાવવામાં આવી રહ્યા છે

પોતાના સંબોધનમાં સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ જમ્‍મુ અને કાશ્‍મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્‍યા હતા. જેમાં એક નેપાળી નાગરિકનો પણ સમાવેશ થતો હતો. આ હુમલો ધ રેઝિસ્‍ટન્‍સ ફ્રન્‍ટ નામના આતંકવાદી સંગઠન દ્વારા કરવામાં આવ્‍યો હતો, જે લશ્‍કર-એ-તૈયબાનું એક ફ્રન્‍ટ ગ્રુપ છે. હુમલાખોરોએ ધાર્મિક ઓળખના આધારે લોકોને નિશાન બનાવ્‍યા હતા.

પછી તેમણે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો. રાજનાથ સિંહે કહ્યું કે ભારતે ૭ મે ૨૦૨૫ ના રોજ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, જેનો ઉદ્દેશ્‍ય સરહદ પાર આતંકવાદી માળખાને ખતમ કરવાનો હતો. તેમણે કહ્યું કે આ કાર્યવાહી ભારતના આત્‍મરક્ષાના અધિકાર હેઠળ અને આતંકવાદ સામે મજબૂત સંદેશ આપવા માટે કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત આતંકવાદ સામે કાર્યવાહી ચાલુ રાખશે.

કોઈ પણ દેશ બધા પડકારોનો સામનો કરી શકતો નથી

પોતાના સંબોધનમાં, સંરક્ષણ મંત્રીએ એમ પણ કહ્યું કે આજના વિશ્વમાં કોઈ પણ દેશ એકલા બધા પડકારોનો સામનો કરી શકતો નથી. તેમણે બહુપક્ષીય સહયોગને મજબૂત બનાવવા અને વાતચીત અને ભાગીદારી દ્વારા મતભેદોને ઉકેલવાની જરૂરિયાત પર ભાર મૂકયો. રાજનાથ સિંહે કહ્યું કે ભારતની વિચારસરણી સર્વે જન સુખિનો ભવન્‍તુ ની ભાવના પર આધારિત છે. જેમાં સૌ માટે શાંતિ અને સમળદ્ધિની કામના કરવામાં આવે છે. તેમણે બેલારુસને લ્‍ઘ્‍બ્‍ માં જોડાવા બદલ અભિનંદન પણ આપ્‍યા.

(10:06 AM IST)