તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Thursday, 19th June 2025
લેહમાં દેશની પ્રથમ હાઇડ્રોજન બસ સેવાનો પ્રારંભ

લદ્દાખમાં હરિયાળી ગતિશીલતા તરફ ઐતિહાસિક પગલું ભરાયું છે. લેહના પાલમ વિસ્તારમાં એનટીપીસી ગ્રીન હાઇડ્રોજન મોબિલિટી સ્ટેશન ખાતે દેશની પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસ સેવાનો શુભારંભ થયો. એનટીપીસી લિમિટેડે રાજ્ય ઔદ્યોગિક વિકાસ નિગમ (સિડકો)ને પાંચ હાઇડ્રોજનથી ચાલતી બસો સોંપી. આ બસો લેહને વિશ્વનું સૌથી ઊંચું હાઇડ્રોજન બસ સેવા ધરાવતું સ્થળ બનાવે છે. લોન્ચ કાર્યક્રમમાં પરિવહન વિભાગના સચિવ ભૂપેશ ચૌધરી હાજર રહ્યા. મુખ્ય સચિવ પવન કોટવાલે આ પ્રોજેક્ટને ટેકનિકલ સિદ્ધિ ગણાવી અને તેના અનુભવોને દેશભરમાં ફેલાવવા જણાવ્યું. આ પ્રોજેક્ટ ભારતના નવીનીકરણીય ઊર્જા રોડમેપમાં ગેમ-ચેન્જર ગણાય છે.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
