તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Thursday, 19th June 2025
નવા નિયમ હેઠળ અરજદારોને અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા ત્યારે જ મળશે જ્યારે તેઓ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પબ્લિક કરશે: જેથી યુએસ ઇમિગ્રેશન અધિકારીઓ તેમની તપાસ કરી શકે
ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા જવા માંગતા યુવાનો માટે સારા સમાચાર : અરજદારના પેજ પર યુએસ સરકાર વિરોધી, અમેરિકન વિરોધી કે અમેરિકન સંસ્કૃતિ વિરોધી પોસ્ટ છે કે નહીં ? ક્લિયરન્સ મળ્યા પછી જ વિદ્યાર્થી વિઝા આપવામાં આવશે

નવી દિલ્હી તા.૧૯ : ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા જવા માંગતા યુવાનો માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ સ્ટુડન્ટ વિઝા સેવા ફરી શરૂ કરી છે, પરંતુ વિઝા માટે સોશિયલ મીડિયા સ્ક્રીનીંગ ફરજિયાત રહેશે. નવા નિયમ હેઠળ અરજદારોને સ્ટુડન્ટ વિઝા ત્યારે જ મળશે જ્યારે તેઓ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પબ્લિક કરશે, જેથી યુએસ ઇમિગ્રેશન અધિકારીઓ તેમની તપાસ કરી શકે.
સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ બાદ મળશે વિઝા
સોશિયલ મીડિયા એકાઉન્ટ પર યુએસ પોલીસ તપાસ કરશે કે અરજદારના પેજ પર કોઈ યુએસ સરકાર વિરોધી, અમેરિકન વિરોધી કે અમેરિકન સંસ્કૃતિ વિરોધી પોસ્ટ છે કે નહીં. ક્લિયરન્સ મળ્યા પછી જ વિદ્યાર્થી વિઝા આપવામાં આવશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે વિદ્યાર્થી વિઝા માટેના નવા નિયમોની માહિતી આપતા વિદ્યાર્થી વિઝા સેવા ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી.
અમેરિકાની ટ્રમ્પ સરકારે આપેલી નવી માર્ગદર્શિકા અનુસાર અમેરિકા આવતા દરેક વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી છે. સરકારે ગયા મહિને વિદ્યાર્થી વિઝા માટે ઇન્ટરવ્યુ સેવા પર પ્રતિબંધ મુક્યો હતો. જેને હટાવી લેવામાં આવ્યો છે. યુએસ એમ્બેસી નવા નિયમો હેઠળ અરજી પ્રક્રિયા પૂર્ણ કરશે.
યુએસ સ્ટુડન્ટ વિઝા સેવા ફરી શરૂ
યુએસ સ્ટુડન્ટ વિઝા સેવા ફરી શરૂ થવાથી ભારત, ચીન, મેક્સિકો અને ફિલિપાઇન્સ જેવા દેશોના વિદ્યાર્થીઓને ફાયદો થશે, કારણ કે તેઓ લાંબા સમયથી યુએસ સ્ટુડન્ટ વિઝાની રાહ જોઈ રહ્યા છે અને શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં વિઝા મેળવવા માંગે છે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
