News of Thursday, 19th June 2025
આવકવેરા વિભાગની ક્રિપ્ટો ટેક્સ ચોરી સામે કડક કાર્યવાહીઃ હજારો રોકાણકારોને નોટિસ

નવી દિલ્હીઃ ભારતના આવકવેરા વિભાગે ક્રિપ્ટોકરન્સી ટેક્સ ચોરી સામે મોટી કાર્યવાહી શરૂ કરી છે. ડિજિટલ મીડિયા અહેવાલો અનુસાર, હજારો રોકાણકારોને ટીડીએસ (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) ડેટા, કે વાય સી નિયમો અને નાણાકીય ટ્રાન્ઝેક્શન રિપોર્ટ્સના આધારે નોટિસો મોકલવામાં આવી છે. ક્રિપ્ટો રોકાણ પર ૩૦%ના ઊંચા ટેક્સ દર, નુકસાનના સેટ-ઑફની મનાઈ અને ઑફશોર ક્રિપ્ટો હોલ્ડિંગ્સના બિન-જાહેરાત માટે કડક દંડ અને જેલની સજાના નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે.
ઈરાનની સૌથી મોટી ક્રિપ્ટો એક્સચેન્જ નોબિટેક્સ પર ઼૪૮ મિલિયનની સાયબર ચોરીના અહેવાલો બાદ ભારતમાં પણ નિયમનોની ચર્ચા તેજ થઈ છે. નિષ્ણાતો રોકાણકારોને સલાહ આપે છે કે તેઓ પોતાના ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શનની પૂર્ણ પારદર્શિતા જાળવે અને ટેક્સ નિયમોનું પાલન કરે, નહીં તો કડક કાનૂની પરિણામોનો સામનો કરવો પડી શકે છે.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
