તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th June 2025
ભેંસે ખાંસતી વખતે મોઢામાંથી કાઢયો ચળકતો પથ્થર, લોકો એને ભગવાન માનીને પૂજવા લાગ્યા
બિહારના ચંપારણ જિલ્લાના એક ગામમાં પાળતુ ભેંસના પેટમાંથી મોટો લાલ રંગનો પથ્થર નીકળ્યો

ચંપારણ, તા.૧૮: બિહારના ચંપારણ જિલ્લાના એક ગામમાં પાળતુ ભેંસના પેટમાંથી મોટો લાલ રંગનો પથ્થર નીકળ્યો. સ્થાનિક લોકો એને શિવલિંગનું સ્વરૂપ માની બેઠા છે. લોકોનું કહેવું છે કે ભેંસના પેટમાંથી ભગવાન શંકર પ્રગટ થયા છે. બલ્ડીહા ગામના જમાદાર યાદવ નામના ભાઈની પાળેલી ભેંસ અચાનક ખૂબ ખાંસવા લાગી હતી. આખરે એક ખૂબ મોટા અવાજ સાથે તેના મોઢામાંથી એક પથ્થર બહાર પડ્યો. એ પથ્થર ઘેરા લાલ-મરૂન રંગનો છે અને એમાં કોઈ કોતરણી જેવું છે. પથ્થરના શિવલિંગ જેવા આકારને લીધે લોકો એને શિવજીનું સ્વરૂપ માનવા લાગ્યા છે. યાદવભાઈએ એ પથરાને ધોઈને કથરોટમાં મૂકી એની પૂજા કરીને લોકોને દર્શન માટે મૂકયો છે. લોકો હવે એના પર બીલીપત્ર અને ફૂલ ચડાવીને પૂજા કરે છે. પૂજારીઓનું કહેવું છે કે આ તો સાક્ષાત ભૈરવબાબાનો અવતાર છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
