તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
પાકિસ્તાનમાં રેલ્વે ટ્રેક પર ભયંકર બ્લાસ્ટ : જાફર એકસપ્રેસના ૬ કોચ પાટ્ટા પરથી ઉતર્યા :જુઓ વિડીયો
બલૂચોએ આ ટ્રેન કરી હતી હાઇઝેક : દુર્ઘટનાની તપાસ શરૂ

નવી દિલ્હી, તા.૧૮: પાકિસ્તાનમાં ફરી એકવાર એક મોટી ટ્રેન દુર્ઘટના સામે આવી છે. થોડા મહિના પહેલા હાઇજેક થયેલી જાફર એક્સપ્રેસ અકસ્માતનો ભોગ બની છે. રેલ્વે ટ્રેક પર વિસ્ફોટ થવાને કારણે જાફર એક્સપ્રેસના ૬ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ છે. પાકિસ્તાનના જેકોબાબાદમાં આ અકસ્માત જોવા મળ્યો હતો. જાફર એક્સપ્રેસ પેશાવરથી ક્વેટા જઈ રહી હતી, ત્યારે રેલ્વે ટ્રેક પર જોરદાર વિસ્ફોટ થયો અને ટ્રેન ક્રેશ થઈ ગઈ.
સ્થાનિક પોલીસનું કહેવું છે કે આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે રેલ્વે ટ્રેક પર ત્રણ ફૂટ ઊંડો ખાડો પડી ગયો. એટલું જ નહીં, ટ્રેકના ૬ ફૂટ લાંબા પાટા ઉખડી ગયા. થોડી જ વારમાં જાફર એક્સપ્રેસ આ ટ્રેક પરથી પસાર થઈ ગઈ અને ટ્રેનના ૬ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
જેકોબાબાદના રેલ્વે ટ્રેક પર થયેલા આ વિસ્ફોટનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ઘટનાની માહિતી મળતા જ રેલ્વે અને સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે ૧૧ માર્ચે બલૂચ બળવાખોરોએ આ ટ્રેનનું અપહરણ કર્યું હતું. ૫૦૦ મુસાફરો સાથે સવારે ૯ વાગ્યે ક્વેટાથી પેશાવર જતી નવ ડબ્બાવાળી જાફર એક્સપ્રેસનું બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન ઘણા પાકિસ્તાની સેનાના જવાનો માર્યા ગયા હતા અને ૧૮૨ થી વધુ મુસાફરોને બંધક બનાવવામાં આવ્યા હતા.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
