News of Wednesday, 18th June 2025
પ્રાઈવેટ બોટમાં ચશ્મા સાથે બોટિંગ કરતા ધીરેન્દ્ર શાસ્ત્રી થયા ટ્રોલ
બાબાએ પહેરેલા મોંઘા ચશ્મા અને જેકેટ પર ભડકયા લોકો : એક છોકરીએ દીક્ષા લીધી છે તેણે મોંઘુ જેકેટ ખરીદ્યું અને મને આપ્યું: ધીરેન્દ્ર શાસ્ત્રી

નવી દિલ્હી તા.૧૮: બાગેશ્વર ધામના બાબા એટલે કે આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી અત્યારે ઓસ્ટ્રેલિયા ગયેલા છે. ભક્તોમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ની ખૂબ જ ચાહના છે. પરંતુ અત્યારે તેમના ભક્તો બાબા ધીરેન્દ્ર શાષાને અલગ જ શૈલીમાં જોયા છે. સોશિયલ મીડિયામાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી નો વીડિયો પોસ્ટ કરીને લોકો ટીકાઓ કરી રહ્યાં છે. લોકોએ સોશિયલ મીડિયામાં લખ્યું કે, ભક્તોને મોહ-માયાથી દૂર રહેવાની સલાહ આપતા બાબા બાગેશ્વર પોતે વૈભવી જીવન જીવી રહ્યાં છે.
આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી ઓસ્ટ્રેલિયામાં એક ખાનગી બોટમાં ફરતા જોવા મળ્યા હતા. તેમણે GUCCI જેવા મોંઘા બ્રાન્ડના ચશ્મા અને મોંઘા જેકેટ પણ પહેર્યા હતા. જેથી લોકોએ ટ્રોલ કર્યા હતા.હવે આ બધી કોમેન્ટથી ધીરેન્દ્ર શાસ્ત્રી નારાજ થયા અને પોતાના અંદાજમાં ટ્રોલર્સને જવાબ પણ આપ્યો છે.
ટ્રોલ કરનારાઓને જવાબ આપતાં ધીરેન્દ્ર કળષ્ણ શાસ્ત્રી એ કહ્યું, ‘ભારતમાં એક ખૂબ જ પ્રખ્યાત વ્યક્તિ છે. તેમણે અમારા પર એક વીડિયો બનાવ્યો. ખરેખર, અમને ઓસ્ટ્રેલિયામાં ખૂબ ઠંડી લાગતી હતી, તેથી અમે અમારા શિષ્યોને જેકેટ ખરીદવા કહ્યું. એક છોકરી જેણે દીક્ષા લીધી છે તેણે એક મોંઘુ જેકેટ ખરીદ્યું અને અમને આપ્યું. ભારત મુજબ તેની કિંમત ૬૦-૬૫ હજાર હશે. અમને આજે જ ખબર પડી કે તે ખૂબ જ મોંઘુ જેકેટ હતું. આના પર એક યુટયુબરે એક વીડિયો બનાવ્યો કે બાબાનો મહિમા જુઓ, તેમણે ૬૦ હજારની કિંમતનું જેકેટ પહેર્યું છે.'
વધુમાં ધીરેન્દ્ર શાસ્ત્રી એ કર્યું કે, હું સમુદ્રમાં ગયો એટલે મારી આંખોમાં સમસ્યા આવી એટલે ચશ્મા પહેર્યાં હતા. તે પણ ખૂબ જ મોંઘા હતા. ગુચ્ચના ચશ્મા હતા' ટ્રોલર્સને જવાબ આપતા કહ્યું કે, નક્કટ્ટા, મુસરચંદ, ૧૦ રૂપિયાનો માણસ, નળત્યાંગના અને ચારિત્ર્યહીન વ્યક્તિ ૨ લાખ રૂપિયાનું જેકેટ પહેરી શકે છે અને જો કોઈ મહાત્મા ૬૦ હજાર રૂપિયાનું જેકેટ પહેરે છે, તો તમને પેટમાં દુઃખાવો થાય છે. મેં જાતે ખરીદીને નથી પહેર્યું. તે મને મારા શિષ્યોએ આપ્યું છે. જો તમને પેટમાં દુઃખાવો થાય છે, તો કાલે હું ૧ લાખ ૧૦ હજાર રૂપિયાના કપડાં પહેરીશ. તું મારા વીડિયો બનાવજે અને મારા ફોટા અપલોડ કરજે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
