<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

ચાંદી ૧,૧ર,૦૦૦ રૂા.ની નવી ટોચે

આજે વધુ ૩૦૦૦ રૂા.નો ઉછાળો : સોનાના ભાવ ૧,૦ર,૦૦૦ રૂા.ની સપાટીએ સ્‍થિર

 

 

રાજકોટ, તા., ૧૮: ચાંદીના ભાવ સ્‍થિર રહયા બાદ ૩૦૦૦ રૂા.નો ઉછાળો થતા ચાંદીના ભાવે ૧,૧ર,૦૦૦ રૂા.ની નવી ઐતિહાસિક સપાટી બનાવી છે.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીના પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં ૩૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૧,૦૯,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૧ર,૦૦૦ રૂા.ની નવી ટોચની સપાટી બનાવી હતી. ઇઝરાયેલ અને ઇરાન વચ્‍ચેના યુધ્‍ધના પગલે આ ભાવવધારો થયાનું અને આગામી દિવસોમાં હજુ પણ  ચાંદીમાં નવી ભાવસપાટી જોવા મળે તો નવાઇ નહિ તેમ ઝવેરી બજારના સુત્રોએ જણાવ્‍યું હતું.

બીજી બાજુ સોનાના ભાવ ૧,૦ર,૦૦૦ રૂા.ની સપાટીએ સ્‍થિર રહયા છે. ગઇકાલે સોનાના ભાવે ૧,૦૩,૦૦૦ ની નવી ટોચની સપાટી બનાવ્‍યા બાદ ૧૦૦૦ રૂા.નો ઘટાડો થયો હતો. આજે બપોર સુધીમાં સોનાના ભાવમાં આજે કોઇ વધઘટ નહોતી. (૪.૧૮)

(3:31 PM IST)