તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
વટ છે PM મોદીનોઃ ટ્રમ્પે સામેથી ફોન કર્યોઃ ૩૫ મિનિટ ચર્ચા
ટ્રમ્પ-મોદી વચ્ચે આતંકવાદ-પાકિસ્તાન-કાશ્મીર-ઓપરેશન સિંદૂર સહિતની બાબતો અંગે ચર્ચા : મોદીએ સ્પષ્ટ કહી દીધું...ઓપરેશન સિંદૂર ચાલુ છેઃ ગોળીનો જવાબ તોપગોળાથી આપશું: આતંકવાદને જંગ જ ગણશું: કોઇની મધ્યસ્થતા સ્વીકાર્ય નથી

નવી દિલ્હી તા.૧૮: આજે વડા પ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરી હતી. બંને નેતાઓ વચ્ચે ૩૫ મિનિટની વાતચીત થઈ હતી. માહિતી અનુસાર, પીએમ મોદી રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળવાના હતા જે ટ્રમ્પના અમેરિકા વહેલા પાછા ફરવાના કારણે થઈ શકયા નહીં. ટ્રમ્પની વિનંતી પર બંને નેતાઓએ આજે ફોન પર વાતચીત કરી હતી. માહિતી અનુસાર પીએમ મોદીએ આતંકવાદ પર ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ પર પણ બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ. પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર વિશે પણ વાત કરી.
વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના દરમિયાન, ભારત-અમેરિકા વેપાર સોદો અથવા ભારત અને પાકિસ્તાન વચ્ચે અમેરિકા દ્વારા મધ્યસ્થી જેવા વિષયો પર કયારેય, કોઈપણ સ્તરે, કોઈ ચર્ચા થઈ નથી. તે ભારત અને પાકિસ્તાન વચ્ચે હતું. અને તે પાકિસ્તાનની વિનંતી પર કરવામાં આવ્યું હતું.
વડા પ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે કયારેય મધ્યસ્થી સ્વીકારી નથી, ન તો કરે છે અને ન તો કયારેય કરશે. પીએમ મોદીએ કહ્યું કે આ મુદ્દા પર ભારતમાં સંપૂર્ણ રાજકીય સર્વસંમતિ છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પ્રધાનમંત્રી દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓને વિગતવાર સમજ્યા અને આતંકવાદ સામે ભારતની લડાઈને સમર્થન આપ્યું. પ્રધાનમંત્રી મોદીએ એમ પણ કહ્યું કે ભારત હવે આતંકવાદને પ્રોક્સી યુદ્ધ તરીકે જોતું નથી અને ભારતનું ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે.
કેનેડામાં આયોજિત G7 સમિટ છોડીને અમેરિકા પરત ફરેલા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પીએમ નરેન્દ્ર મોદીએ વાત કરી છે. બંનેએ લગભગ ૩૫ મિનિટ સુધી વાત કરી હતી. આ દરમિયાન આતંકવાદ સામે ભારતની લડાઈ અને‘‘ઓપરેશન સિંદૂર'' પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પડોશી દેશના કોલ બાદ બંને દેશોની પરસ્પર સંમતિથી થયો હતો. આમાં કોઈની મધ્યસ્થી થઈ ન હતી અને કોઈ વેપાર સોદા પર ચર્ચા થઈ ન હતી. આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે પીએમ મોદી આજે ઞ્૭માં ભાગ લીધા બાદ કેનેડાથી ક્રોએશિયા જવા રવાના થયા છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પની વિનંતી પર ફોન પર વાતચીત થઈ હતી
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, ‘‘G7 સમિટ દરમિયાન પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે મુલાકાત નક્કી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પને વહેલા અમેરિકા પાછા ફરવું પડ્યું હતું, જેના કારણે આ મુલાકાત થઈ શકી નહીં. આ પછી, રાષ્ટ્રપતિ ટ્રમ્પની વિનંતી પર, બંને નેતાઓએ આજે ફોન પર વાત કરી. તેમણે લગભગ ૩૫ મિનિટ સુધી વાત કરી. ૨૨ એ-લિે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફોન પર પીએમ મોદી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને આતંકવાદ સામેની લડાઈમાં સમર્થન પણ વ્યક્ત કર્યું હતું. તે પછી આ પહેલી વાર હતું જ્યારે તેઓ વાત કરી રહ્યા હતા. તેથી, પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર પર રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વિગતવાર વાત કરી.''
ભારત-અમેરિકા વેપાર સોદો કે ભારત-પાકિસ્તાન મધ્યસ્થી જેવા વિષયો પર કોઈ ચર્ચા થઈ નથી
વિક્રમ મિશ્રીએ કહ્યું, ‘‘વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સ્પષ્ટપણે કહ્યું હતું કે આ સમગ્ર ઘટના દરમિયાન, ભારત-અમેરિકા વેપાર સોદો કે ભારત-પાકિસ્તાન મધ્યસ્થી જેવા વિષયો પર કોઈપણ સ્તરે કોઈ ચર્ચા થઈ નથી. લશ્કરી કાર્યવાહી રોકવા અંગેની વાતચીત ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે સીધી ચેનલ દ્વારા થઈ હતી. આ વાતચીત પાકિસ્તાનની વિનંતી પછી જ થઈ હતી.''
મોદીએ ટ્રમ્પને કહ્યું - ભારતનું ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે
વિક્રમ મિશ્રીએ વધુમાં કહ્યું, ‘‘પીએમ મોદીએ ભાર મૂકયો હતો કે ભારતે કયારેય મધ્યસ્થી સ્વીકારી નથી, ન તો કરે છે અને ન તો કયારેય કરશે. આ મુદ્દા પર ભારતમાં સંપૂર્ણ રાજકીય સર્વસંમતિ છે. ટ્રમ્પે પીએમ મોદી દ્વારા કહેવામાં આવેલી વાતો સમજી અને આતંકવાદ સામેની લડાઈને સમર્થન વ્યક્ત કર્યું. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ભારત હવે આતંકવાદને પ્રોક્સી યુદ્ધ તરીકે જોતું નથી, પરંતુ યુદ્ધ તરીકે જુએ છે. ભારતનું ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે.'' (૩૮.૧૭)
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
