<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

અકસ્‍માત સ્‍થળેથી ૭૦ તોલા સોનું, રૂ.૮૦,૦૦૦ થી વધુ રોકડ રકમ મળી

અંધાધૂંધી વચ્‍ચે ૫૬ વર્ષીય રાજુ પટેલે સમય બગાડયા વિના હિંમત અને માનવતા બતાવી. પટેલે ભાવનાત્‍મક રીતે કહ્યું કે તેમની ટીમ પાસે સ્‍ટ્રેચર નહોતા, પરંતુ તેઓ હિંમત હાર્યા નહીં

અમદાવાદ,તા.૧૮: જ્‍યારે બપોરના તડકામાં બી.જે. મેડિકલ કોલેજ ઉપર ધુમાડાના ગોટા થયા અને એર ઇન્‍ડિયાના વિમાનના કાટમાળમાંથી આગની જ્‍વાળાઓ નીકળવા લાગી, ત્‍યારે કોઈને ખ્‍યાલ નહોતો કે આ શહેરની સૌથી દુઃખદ ઘટનાઓમાંની એક બનવાની છે. આખો વિસ્‍તાર ચીસોથી ગુંજી ઉઠ્‍યો. આ અંધાધૂંધી વચ્‍ચે, ૫૬ વર્ષીય રાજુ પટેલે સમય બગાડ્‍યા વિના હિંમત અને માનવતા બતાવી. પટેલે ભાવનાત્‍મક રીતે કહ્યું કે તેમની ટીમ પાસે સ્‍ટ્રેચર નહોતા, પરંતુ તેઓ હિંમત હાર્યા નહીં. ઘાયલોને ઉપાડવા માટે સાડી અને ચાદરનો ઉપયોગ કરવામાં આવ્‍યો. અમારી પાસે જે કંઈ હતું તેનો અમે ઉપયોગ કર્યો. અમને ફક્‍ત એટલું જ ખબર હતી કે અમારે જીવ બચાવવાનો છે. તેમણે એમ પણ કહ્યું કે જમીન પર વેરવિખેર સામાન, સળગેલી બેગ અને તૂટેલી વસ્‍તુઓમાંથી તેમણે ૭૦ તોલા સોનાના દાગીના, ૮૦,૦૦૦ રૂપિયા રોકડા, અનેક પાસપોર્ટ અને ભગવદ ગીતા મળી આવી. આ બધી વસ્‍તુઓ તાત્‍કાલિક પોલીસને સોંપવામાં આવી.

(10:16 AM IST)