તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th June 2025
પાકિસ્તાનના આર્મી ચીફે અમેરિકામાં ભારત વિરુદ્ધ ઝેર ઓકયું
૧૯૭૧ની હારનો બદલો ભારતને તોડીને લઈશું: તાજેતરના સંઘર્ષ વિશે ગપગોળા મારી અને ખોટા દાવા કર્યાઃ ભારત પાસેથી બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી

વોશિંગ્ટન તા.૧૮: પાકિસ્તાનના આર્મી ચીફ નવા ફિલ્ડ માર્શલ સૈયદ આસીમ મુનીર આ દિવસોમાં અમેરિકામાં છે. તાજેતરમાં, તેમણે અમેરિકામાં પાકિસ્તાની સમુદાયને સંબોધન કર્યું. મુનીરે આ સંબોધનને ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું સાધન બનાવ્યું. મુનીરે ગયા મે મહિનામાં થયેલા ૪ દિવસના લશ્કરી સંઘર્ષને પાકિસ્તાનની ખોટી જીત તરીકે -ચાર કરવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો. આ સમય દરમિયાન મુનીરે ભારતને પડકાર ફેંકયો અને ૧૯૭૧ના યુદ્ધની શરમજનક હારનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી. મુલ્લા જનરલ તરીકે ઓળખાતા આસીમ મુનીરે પણ કાશ્મીર વિશે નિવેદન આપ્યું છે.
પાકિસ્તાની પત્રકાર એજાઝ સૈયદે એક ટોક શોમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની આર્મી ચીફ સૈયદ અસીમ મુનીરે કહ્યું હતું કે તેઓ ૧૯૭૧ના યુદ્ધનો બદલો ભારતને તોડીને લેશે. અસીમ મુનીરના ભાષણ દરમિયાન વોશિંગ્ટનમાં હાજર રહેલા પાકિસ્તાની નોમાન મુગલના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની આર્મી ચીફે કહ્યું હતું કે ‘‘અમે ચીન સાથે મળીને ભારત સામે યુદ્ધ લડ્યું છે.'' મુલ્લા મુનીરે ૨૨ એપ્રિલના રોજ પહલગામ હુમલાને આતંકવાદી હુમલો માનવાનો ઇનકાર કર્યો હતો.
આ દરમિયાન, મુનીરે કહ્યું કે પાકિસ્તાને ભારત સામે પાંચ મોરચે યુદ્ધ લડ્યું હતું, જેમાં સાયબર યુદ્ધનો પણ સમાવેશ થાય છે. મુનીરે એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાની સાયબર હુમલાખોરોએ ૭૦ ટકા ગ્રીડ સ્ટેશન હેક કરીને તેમને બંધ કરી દીધા હતા. જનરલ મુનીરે એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાની ડ્રોન દિલ્હી અને ગુજરાત સુધી ગયા હતા. તેમણે ભારતીય ટ્રેન સિસ્ટમ હેક કરવાનો પણ ખોટો દાવો કર્યો હતો.
આ દરમિયાન, પાકિસ્તાની આર્મી ચીફે સ્વીકાર્યું કે તેમને ભારત સામે લડવા માટે ચીન પાસેથી શષાો અને લશ્કરી સાધનો મળ્યા હતા. પરંતુ પાકિસ્તાને જે રીતે તેનો ઉપયોગ કર્યો તેનાથી ચીન પણ ખૂબ પ્રભાવિત થયું. આ દરમિયાન, આતંકવાદના સૌથી મોટા આશ્રયદાતા પાકિસ્તાન સેનાના વડાએ જેહાદી સંગઠનો માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાન પર સોવિયેત હુમલા પછી, જેહાદી સંસ્કળતિ પાકિસ્તાનમાં આવી અને અમેરિકા આ માટે જવાબદાર છે. પાકિસ્તાન આર્મી ચીફે કહ્યું કે ટૂંક સમયમાં કાશ્મીર પર સારા સમાચાર આવશે.(૩૮.૫)
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
