News of Wednesday, 18th June 2025
એર ઇન્ડિયાને તો જાણે પનોતી બેઠી! માત્ર એક જ દિવસમાં ૬ ફ્લાઇટો રદ
એર ઇન્ડિયાનું ડ્રીમલાઇન વિમાન AI-171 ૧૨ જૂનના રોજ અમદાવાદમાં ક્રેશ થયું બાદ હવે મુસાફરોમાં એર ઇન્ડિયાના વિમાનની સલામતી અંગે શંકા : રઝળી પડ્યાં અનેક યાત્રિકો

મુંબઇ તા.૧૮: અમદાવાદમાં ૧૨ જૂનના રોજ એર ઇન્ડિયાનું ડ્રીમલાઇન વિમાન AI-171 ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટના બાદ મુસાફરોમાં એર ઇન્ડિયાના વિમાનોની સલામતી અંગે શંકા છે. જોકે એર ઇન્ડિયાનું સંચાલન કરતી કંપની ટાટા ગ્રુપ વિમાનની સલામતી અને સુરક્ષા માટે વિવિધ પગલાં લઈ રહી છે. વિમાનોનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે પરંતુ અકસ્માત બાદ રદ થવાની સંખ્યામાં વધારો થયો છે.
આ તરફ મંગળવાર, ૧૭ જૂનના રોજ એર ઇન્ડિયાની ૬ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. અકસ્માત બાદ ફરી એકવાર અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ટેકઓફ પહેલાં રદ કરવામાં આવી હતી. એર ઇન્ડિયા ઉપરાંત ઇન્ડિગોની એક ફ્લાઇટ પણ રદ કરવામાં આવી હતી.
એર ઇન્ડિયાની ૬ ફ્લાઇટ્સ રદ
ગયા અઠવાડિયે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171 અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર ૨૪૨ લોકોમાંથી ૨૪૧ લોકોના મોત થયા હતા. ત્યારથી એરલાઇનની તપાસ અને ટેકનિકલ તપાસમાં વધારો થયો છે. આ ક્રમમાં, આજે એર ઇન્ડિયાની ૬ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. બધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ હતી, જે રદ કરવામાં આવી હતી. એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કઈ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી?
દિલ્હી, મુંબઈ અને અમદાવાદથી વિદેશ જતી ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
AI 153 દિલ્હી થી વિયેના જતી ફ્લાઇટ રદ
AI 143 દિલ્હીથી પેરિસ જતી ફ્લાઇટ રદ
AI 159 અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ રદ
AI 165 દિલ્હીથી લંડન હીથ્રો જતી ફ્લાઇટ રદ
J2 60 મુંબઈથી બાકુ જતી અઝરબૈજાન એરલાઇન્સની ફ્લાઇટ રદ
AI 132 લંડનથી બેંગ્લોરની ફ્લાઇટ પણ રદ
AI 170 લંડન ગેટવિકથી અમળતસર સુધી જતી ફ્લાઇટ રદ
6E 2706 ઈન્ડિગો મસ્કતથી દિલ્હી જતી ફ્લાઇટ રદ.(૩૮.૯)
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
