News of Tuesday, 17th June 2025
૨૫ વર્ષ પછી મળ્યા ત્યારે તુલસીએ મિહિરને કેમ પૂછયું ‘‘કે તું બુઢ્ઢો કયારે થઈશ?''
‘‘કયુંકી સાસ ભી કભી બહુ થી'' ની નિર્માતા એકતા કપૂરના ઘરે અમર ઉપાધ્યાય અને સ્મૃતિ ઈરાની વર્ષા પછી મળ્યા : સ્મૃતિ ઈરાનીએ Z પ્લસ સુરક્ષા સાથે કયૂંકી સાસ ભી કભી બહુ થીનું શૂટિંગ શરૂ કર્યુ છે

મુંબઇ તા.૧૭: ભારતના ટેલિવિઝન ઇતિહાસની સૌથી પ્રખ્યાત અને કલ્ટ ક્લાસિક બની ગયેલી ટીવી સિરિયલ એકતા કપૂરની ‘‘કયુંકી સાસ ભી કભી બહુ થી'' ની સિક્વલ બનવાની છે એવી જાહેરાત કરવામાં આવી છે. આ સિરિયલની સિક્વલમાં મૂળ કલાકારો જ જોવા મળશે. અગાઉ, સિરિયલમાં તુલસી વિરાનીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી અને હાલના કેન્દ્રિય મંત્રી સ્મળતિ ઈરાની અને મિહિર વિરાનીની ભૂમિકા ભજવનાર અભિનેતા અમર ઉપાધ્યાયનું રિ-યુનિયન થયું હતું. આ રિ-યુનિયન અંગે અમરે જણાવ્યું છે કે શોના વર્ષો પછી તેના અને સ્મળતિ ઈરાનીના સંબંધો કેવા છે.
‘‘કયુંકી સાસ ભી કભી બહુ થી'' ની નિર્માતા એકતા કપૂરના ઘરે અમર ઉપાધ્યાય અને સ્મળતિ ઈરાની વર્ષો પછી મળ્યા હતા. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં, અમર ઉપાધ્યાયે વર્ષો પછી સ્મળતિ ઈરાનીને મળવા અને તેમની સાથે થયેલી વાતચીત શેર કરી હતી.
‘‘તું બુઢ્ઢો કયારે થઈશ?''
અમર ઉપાધ્યાયે કહ્યું ‘‘જ્યારે હું સ્મળતિ ઈરાનીને એકતા કપૂરના ઘરે મળ્યો ત્યારે એવું લાગ્યું કે સમય પસાર થયો નથી. અમે બિલકુલ પહેલા જેવા જ હતા. સ્મળતિ ઈરાનીએ મને મજાકમાં પૂછયું કે તું બુઢ્ઢો કયારે થઈશ? અને મેં તેને કહ્યું કે હજી સમય છે. તે હંમેશા ડાઉન ટુ અર્થ રહી છે અને તેનામાં કોઈ ફેરફાર થયો નથી. અમારી વાતચીત બિલકુલ એવી જ હતી જેવી ૨૫ વર્ષ પહેલા હતી.''
અમરે ‘‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2 પર શું કહ્યું ?
અભિનેતાએ ‘‘કયુંકી સાસ ભી કભી બહુ થી ૨'' વિશે આગળ વાત કરી. તેણે કહ્યું- ‘‘વાર્તા દરેક પાત્રના પાછા ફરવા અને તેમના સંબંધોના વિકાસને ન્યાયી ઠેરવે છે. મિહિર અને તુલસી વચ્ચેનો પ્રેમ પરિપક્વ થયો છે. આપણે બધા લોકો અને અભિનેતા તરીકે વિકસિત થયા છીએ અને આ વાર્તામાં દેખાય છે.''
સ્મળતિ ઈરાની ઝેડ પ્લસ સુરક્ષા સાથે શૂટિંગ કરી રહી છે
તમને જણાવી દઈએ કે ‘‘કયુંકી સાસ ભી કભી બહુ થી'' વર્ષ ૨૦૦૦ માં સ્ટાર પ્લસ પર શરૂ થઈ હતી. આ સિરિયલ વર્ષ ૨૦૦૮ સુધી ટીવી પર ચાલી હતી. આ સિરિયલ દ્વારા સ્મળતિ ઈરાની દેશના દરેક ઘરમાં તુલસી વિરાની તરીકે લોકપ્રિય બની હતી. હવે તે આ સિરિયલની સિક્વલમાં ફરી એકવાર તે જ ભૂમિકામાં જોવા મળશે. સ્મળતિ ઈરાની એક પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ છે. તેથી જ તેણે Z પ્લસ સુરક્ષા સાથે કયૂંકી સાસ ભી કભી બહુ થીનું શૂટિંગ શરૂ કર્યું છે.(૩૮.૧૦)
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
