તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th June 2025
ગર્ભમાં રહેલા શિશુથી માતાના મૃતદેહની ઓળખ થઈ
કુદરતના વજ્રઘાતથી તબીબ પરિવારનો માળો વિખેરાયો

અમદાવાદ, તા.૧૬: કાળજું કંપાવનારી અમદાવાદ વિમાન દુર્ઘટનાએ માનવજાતને હચમચાવી દીધી છે. હજારો સપનાઓને રાખ કરનારા આ હૃદયદ્રાવક ઘટનામાં કરૂણાંતિકા, કમનસીબી અને કઠોર કુદરતનો વજ્રઘાત એવો હતો કે, તળાજાના મહિલા તબીબનું મળત્યુ થયા બાદ તેમના મળતદેહની ઓળખ ગર્ભમાં ઉછરી રહેલા શિશુએ કરાવ્યો હતો. માતાની સાથે ગર્ભમાં રહેલો જીવ પણ કુદરતના કહેરથી બચી શકયો ન હતો. જેથી અમદાવાદ સિવિલમાં ન્યુરોલોજીસ્ટ તરીકે સેવા આપતા તબીબ અને તેમના પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો.
૧૨મી જૂને બી.જે. મેડિકલ હોસ્ટેલ અને બિલ્ડિંગ પર અમદાવાદથી લંડન જતું વિમાન પડ્યું હતું. જેમાં તળાજાના અંબિકાનગરમાં રહેતા ડો. કાજલબેન સોલંકીનું મળત્યુ નીપજ્યું હતું. તેમના મળતદેહની ઓળખ માટે પતિ ડો.પ્રદીપ સોલંકી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ ભયાવહ ઘટનામાં પત્નીની ઓળખ કરવી મુશ્કેલ હતી. પરંતુ મળતક કાજલબેન સોલંકીના ગર્ભમાં રહેલા શિશુના કારણે તેની ઓળખ થઈ શકી હતી.
ડો. કાજલબેનના બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને તે પતી પ્રદીપ સોલંકી સાથે અમદાવાદમાં રહેતા હતા. રવિવારે (૧૫મી જૂન) હતભાગી ડો.કાજલબેન સોલંકીનો મળતદેહ તળાજા લાવી બપોરે ત્રણ કલાકે તેમના નિવાસ સ્થાન અંબિકાનગરથી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં જ્ઞાતિજનો, પાડોશીઓ, ભાવનગરના સાંસદ, તળાજા ભાજપ-કોંગ્રેસના હોદ્દેદારો અને મુસ્લીમ આગેવાનો જોડાયા હતા.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
