News of Monday, 16th June 2025
ચેન્નઈની ટેક કંપનીએ દસમી એનિવર્સરી પર બધા કર્મચારીઓને આપી હ્યુન્ડાઇ ક્રેટા કાર
વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં કંપનીએ ૫૦૦થી વધુ કર્મચારીઓ માટે ખાસ ઇવેન્ટનું આયોજન કર્યુ હતું

ચેન્નાઈ, તા.૧૬: કંપનીઓ હવે પોતાની સાથે લાંબા ગાળાનું અસોસિએશન ધરાવતા કર્મચારીઓની અલગ-અલગ રીતે કદર કરતી થઈ છે. ચેન્નઈની ઍજિલિસિયમ નામની એક ટેક્રૉલૉજી કંપનીએ આ વર્ષે ૧૦ વર્ષ પૂરાં કર્યાં. આ માઇલસ્ટોન યરને ઊજવવા માટે કંપનીએ ફાઉન્ડેશન યરથી સાથે હોય એવા સૌથી લાંબો સમય કંપની સાથે રહેનારા પચીસ કર્મચારીઓને હ્યુન્ડાઇ ક્રેટા કાર ગિફ્ટમાં આપી હતી. ચેન્નઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં કંપનીએ ૫૦૦થી વધુ કર્મચારીઓ માટે ખાસ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. એ જ જગ્યાએ કંપનીએ પાયાના પચીસ સાથીઓને કારની ભેટ આપવાની જાહેરાત કરી હતી અને ત્યાં જ કારની ચાવી પણ બધાને હૅન્ડઓવર કરી હતી.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
