News of Sunday, 15th June 2025
કંપનીને 10 વર્ષ પૂર્ણ થતાં મોટી જાહેરાત :કર્મચારીઓને અપાઈ 3.5 કરોડની ગિફ્ટ
ચેન્નાઈની ટેકનોલોજી કંપની Agilisiumએ તેની 10મી વર્ષગાંઠ પર એક એવી જાહેરાત કરી, જેણે ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી દીધી અને કંપનીના કર્મચારીઓ ખુશી કૂદકા મારવા લાગ્યા

નવી દિલ્હી: ચેન્નાઈની ટેકનોલોજી કંપની Agilisiumએ તેની 10મી વર્ષગાંઠ પર એક એવી જાહેરાત કરી, જેણે ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી દીધી અને કંપનીના કર્મચારીઓ ખુશી કૂદકા મારવા લાગ્યા. કંપનીએ તેના 25 સૌથી જૂના કર્મચારીઓને બ્રાન્ડ ન્યૂ Hyundai Creta કાર ગિફ્ટમાં આપી. આ સરપ્રાઈઝ ગિફ્ટ Agilisiumના ચેન્નાઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઑફિસમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આપવામાં આવી, જ્યાં 500થી વધારે કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો હજાર હતા. દરેક કાર પર કર્મચારીનું નામ લખેલું હતું, જેનાથી આ ગિફ્ટ વધુ ખાસ બની ગઈ.
આ કાર્યક્રમ દરમિયાન કંપનીએ તેના તમામ કર્મચારીઓ માટે પરફોર્મન્સ આધારિત પગારવધારાની (salary hike) પણ જાહેરાત કરી. આ ઉપરાંત કંપનીએ તેનો નવો ગ્રોથ પ્લાન ‘Agilisium 3.0’ પણ રજૂ કર્યો, જેમાં ઓટોનોમસ એજેન્ટિક AI (autonomous agentic AI)ને કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે. તેનો હેતુ છે- લાઇફ સાયન્સ ઉદ્યોગમાં નવીનતા લાવવાનો, દવાની શોધમાં ગતિ લાવવાનો અને દર્દીઓના અનુભવને સુધારવાનો.
2014માં રાજ બાબુએ Agilisiumની સ્થાપના કરી હતી. આ કંપની કોઈ બાહ્ય ફંડિંગ વગર બૂટસ્ટ્રેપ્ડ મોડેલ પર આજે 100 મિલિયન ડોલરનો રેવન્યૂ ટાર્ગેટ સાથે આગળ વધી રહી છે. કંપનીનું મુખ્ય ધ્યાન ફાર્મા, બાયોટેક અને બાયોફાર્મા સેક્ટરમાં AI અને ડેટા એનાલિટિક્સ દ્વારા હેલ્થકેર ઇનોવેશનને ગતિ આપવા પર છે.
Agilisium વિશ્વભરમાં યુએસએ, કેનેડા, યુકે, આર્જેન્ટિના, નેધરલેન્ડ્સ, નેપાળ, શ્રીલંકા જેવા દેશોમાં હાજર છે અને તેનું ક્લાઉડ-પ્રોફેશનલ વર્કફોર્સ AWS, Azure, Snowflake અને Databricks જેવા પાર્ટનર્સ સાથે કામ કરે છે. તાજેતરમાં કંપનીએ એક ઇનોવેશન ફંડની પણ જાહેરાત કરી છે, જેના હેઠળ 30થી 40 AI પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવશે
દરેક Creta SUVની કિંમત લગભગ ₹13.16 લાખ છે, એટલે કે કંપનીએ કુલ ₹3.29 કરોડનું બોનસ આપ્યું છે. આ ગાડીઓ માત્ર આ કર્મચારીઓની નિષ્ઠાનું સન્માન જ નથી, પરંતુ કંપનીના વિશ્વાસ અને ટીમવર્કનું ઉદાહરણ પણ છે. રાજ બાબુએ કહ્યું, “આ માત્ર ઇનામો નથી, આ સહિયારા વિશ્વાસ અને ઉદ્દેશનું પ્રતીક છે.”
2025માં જ્યારે ઘણી ટેક કંપનીઓ કર્મચારીઓને છૂટા કરી રહી છે, ત્યારે Agilisiumનું આ પગલું સાહસિક અને પ્રેરણાદાયી માનવામાં આવી રહ્યું છે. આનાથી એવો સંદેશ પણ જાય છે કે કંપની તેના કર્મચારીઓને માત્ર સંસાધન નહીં, પરંતુ ભાગીદાર માને છે. સોશિયલ મીડિયા પર આ પહેલની ખૂબ પ્રશંસા થઈ, LinkedIn અને X પર કંપનીની પોસ્ટ વાયરલ થઈ ગઈ.
(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
