<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

રેલવેએ ટિકિટ બુકિંગના 3 મોટા નિયમો એક સાથે બદલી નાખ્યા : જાણો નહીંતર ટ્રેનમાં મુસાફરી કરી શકશો નહીં

1 જુલાઈ પછી, તત્કાલ ટ્રેન ટિકિટ બુક કરવા માટે આધાર વેરિફાઇડ OTP ની જરૂર પડશે: 15 જુલાઈ પછી તત્કાલ ટ્રેન ટિકિટ માટે OTP ફરજિયાત રહેશ

નવી દિલ્હી  રેલ્વે મંત્રાલય તરફથી એક મોટો નિર્ણય આવ્યો, જેમાં કહેવામાં આવ્યું કે હવે વપરાશકર્તાઓ આધાર ઓથેન્ટિકેશન વિના તત્કાલ ટિકિટ બુક કરી શકશે નહીં. આ નિયમ 1 જુલાઈથી અમલમાં આવશે. નોંધનીય છે કે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કહ્યું હતું કે આ નિયમો ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. આ નિયમથી રેલ્વે ટિકિટ બુકિંગનું કાળાબજાર બંધ થશે અને સામાન્ય વપરાશકર્તાઓને તેનો વધુ લાભ મળશે.  

    01 જુલાઈ 2025 થી, ફક્ત આધાર વેરિફાઇડ વપરાશકર્તાઓ જ IRCTC વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા ટિકિટ બુક કરી શકશે, જ્યારે આ પછી, 15 જુલાઈ 2025 થી તત્કાલ બુકિંગ માટે આધાર-આધારિત OTP પ્રમાણીકરણ પણ ફરજિયાત બનાવવામાં આવશે.

   રેલવેએ વધુ એક ફેરફાર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રેલવે ટિકિટ એજન્ટો હવે એસી ક્લાસ માટે સવારે 10:00 થી 10:30 વાગ્યા સુધી અને નોન-એસી ક્લાસ માટે સવારે 11:00 થી 11:30 વાગ્યા સુધી તત્કાલ ટિકિટ બુકિંગ કરી શકશે નહીં  

   જો તમે ટ્રેન ટિકિટ બુક કરાવો છો, તો ચાર્ટ ટ્રેન ઉપડવાના 4 કલાક પહેલા તૈયાર થાય છે અને તે તમને જણાવે છે કે તમારી ટિકિટ કન્ફર્મ છે કે નહીં... પરંતુ હવે રેલ્વે એક નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, હવે ચાર્ટ ટ્રેન ઉપડવાના 24 કલાક પહેલા તૈયાર કરી શકાય છે, જે તમને તમારી ટિકિટ કન્ફર્મેશન વિશે 24 કલાક અગાઉ માહિતી આપશે.

    સૌ પ્રથમ, જાણો કે તમે IRCTC ની સાઇટ પરથી તત્કાલ ટિકિટ ક્યારે બુક કરાવી શકો છો. નિયમો અનુસાર, AC શ્રેણીની ટ્રેનો માટે તત્કાલ બુકિંગ દરરોજ સવારે 10 વાગ્યે શરૂ થાય છે, જ્યારે સ્લીપર ક્લાસ ટ્રેનો માટે તત્કાલ ટિકિટ બુકિંગ દરરોજ સવારે 11 વાગ્યે શરૂ થાય છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે એસી કે સ્લીપર બુકિંગ માટે, તમારે નિર્ધારિત સમય કરતાં 3-5 મિનિટ પહેલા લોગિન કરવું જોઈએ. આમ કરવાથી, કોઈપણ મુશ્કેલી વિના યોગ્ય સમયે લોગિન થવાની શક્યતા વધી જાય છે. આ સાથે, તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તત્કાલ બુકિંગ માટે, તમારે ક્યારેય 10-15 મિનિટ પહેલા લોગિન ન કરવું જોઈએ. આમ કરવાથી, તત્કાલ વિન્ડો ખુલતા જ તમારું લોગિન સત્ર સમાપ્ત થઈ જશે.  

   તત્કાલ બુકિંગ કરતા પહેલા, તમારે IRCTC ની સત્તાવાર વેબસાઇટ પર જઈને એક માસ્ટર લિસ્ટ પણ બનાવવી જોઈએ. આમ કરવાથી, તમને તત્કાલ બુકિંગ સમયે મુસાફરોની વિગતો ભરવાથી બચી જશો અને ટિકિટ બુક કરવાનો તમારો સમય પણ ઓછો થશે

(10:13 PM IST)