News of Saturday, 14th June 2025
વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના મૃતકોના પરિવારજનોના ડીએનએ ટેસ્ટ થયા બાદ મૃતકોની ઓળખ કરીને તેમના મૃતદેહોને અમદાવાદ ખાતેથી આણંદ સુધી લાવવામાં આવશે : જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી
આણંદ જિલ્લાની કુલ 19 એમ્બ્યુલન્સ વાન દ્વારા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતેથી મૃતકોના મૃતદેહ લઈને આણંદ જિલ્લામાં પરત આવશે, આ મૃતદેહો ના અંતિમ સંસ્કાર સમયે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહેશે

અમદાવાદ તા.૧૪ : તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના 33 જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના મૃતકોના પરિવારજનોના ડીએનએ ટેસ્ટ થયા બાદ મૃતકોની ઓળખ કરીને તેમના મૃતદેહોને અમદાવાદ ખાતેથી આણંદ સુધી લાવવામાં આવશે.
આ માટે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની કુલ 19 એમ્બ્યુલન્સ વાન રવાના કરવામાં આવી છે, જે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી છે.
આણંદ જિલ્લાની કુલ 19 એમ્બ્યુલન્સ વાન દ્વારા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતેથી મૃતકોના મૃતદેહ લઈને આણંદ જિલ્લામાં પરત આવશે. આ મૃતદેહો ના અંતિમ સંસ્કાર સમયે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહેશે.
ઘણા મૃતકોના પરિવારજનો વિદેશમાં વસવાટ કરતા હોવાથી તેઓ અંતિમ સંસ્કાર માટે વિદેશથી આણંદ ખાતે આવે ત્યાં સુધી મૃતકના મૃતદેહને સાચવવા માટે પણ અલાયદી વ્યવસ્થા જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઊભી કરવામાં આવી છે.
તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલ વિમાન દુર્ઘટનાની ઘટનામાં આણંદ જિલ્લાના 33 જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા હતા. તેમના પાર્થિવ દેહને અમદાવાદથી આણંદ જિલ્લામાં તેમના વતનના ઘર સુધી લાવવા, અંતિમ સંસ્કાર સહિતની પ્રક્રિયા માટેની જરૂરી કાર્યવાહી માટેનું માર્ગદર્શન કલેક્ટર કચેરી આણંદ ખાતે આજે યોજાયેલ બેઠકમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ તાલુકાના પ્રાંત અધિકારીઓ સહિતના અન્ય ઉચ્ચ અધિકારીઓને આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે અધિકારીઓને જણાવ્યું હતું કે, મૃતકોના પરિવારજનોના ઘરે જતી વખતે તેમના સ્વજનની જેમ વર્તીને સૌજન્યતા દાખવવા અનુરોધ કર્યો હતો. કલેકટરે આણંદ જિલ્લાના 33 જેટલા મૃત્યુ પામેલ મૃતકો સંબંધે જિલ્લાના અધિકારીઓ સાથે જરૂરી સંકલન કરી કામગીરી કરવા માટે કલેક્ટર કચેરી આણંદ ખાતે નોડલ અધિકારી તરીકે નાયબ કલેક્ટર મિતાબેન ડોડીયાની નિમણૂક કરી છે.
કલેક્ટરે જિલ્લા અને તાલુકાના અધિકારીઓ દિવસમાં સવાર-સાંજ એમ 2 ટાઈમ સ્વજનોના ઘરે મુલાકાત લઈને તેમને કંઈ પણ મુશ્કેલી હોય તો સત્વરે જરૂરી કાર્યવાહી કરવા પણ અધિકારીઓને જણાવ્યું છે. આ બેઠક પૂર્વે જિલ્લા કલેક્ટર સહીતના અધિકારીઓ દ્વારા મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે ૨ મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું.
જે અન્વયે આણંદ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. અમર પંડ્યાના જણાવ્યા મુજબ જિલ્લામાં 10 હોસ્પિટલ ખાતે મૃતદેહ સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા છે. જેમાં જનરલ હોસ્પિટલ- આણંદ, એસ. એસ. હોસ્પિટલ- પેટલાદ, શ્રી કૃષ્ણ હોસ્પિટલ - કરમસદ, ઝાયડસ હોસ્પિટલ- આણંદ, સુણાવ હોસ્પિટલ- સુણાવ, જનરલ હોસ્પિટલ- ખંભાત, નગરપાલિકા- બોરસદ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર - વાસદ, જલારામ જન સેવા ટ્રસ્ટ- ધર્મજ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર- સારસા વગેરે જેવી 10 હોસ્પિટલોમાં મૃતદેહો રાખવા માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા ઉપલબ્ધ છે, તેમ જણાવ્યું છે.
તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલ વિમાન દુર્ઘટનાની ઘટનામાં આણંદ જિલ્લાના 33 જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા હતા. તેમના પાર્થિવ દેહને અમદાવાદથી આણંદ જિલ્લામાં તેમના વતનના ઘર સુધી લાવવા, અંતિમ સંસ્કાર સહિતની પ્રક્રિયા માટેની જરૂરી કાર્યવાહી માટેનું માર્ગદર્શન કલેક્ટર કચેરી આણંદ ખાતે આજે યોજાયેલ બેઠકમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ તાલુકાના પ્રાંત અધિકારીઓ સહિતના અન્ય ઉચ્ચ અધિકારીઓને આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેકટરે અધિકારીઓને જણાવ્યું હતું કે, મૃતકોના પરિવારજનોના ઘરે જતી વખતે તેમના સ્વજનની જેમ વર્તીને સૌજન્યતા દાખવવા અનુરોધ કર્યો હતો. કલેકટરે આણંદ જિલ્લાના 33 જેટલા મૃત્યુ પામેલ મૃતકો સંબંધે જિલ્લાના અધિકારીઓ સાથે જરૂરી સંકલન કરી કામગીરી કરવા માટે કલેક્ટર કચેરી આણંદ ખાતે નોડલ અધિકારી તરીકે નાયબ કલેક્ટર મિતાબેન ડોડીયાની નિમણૂક કરી છે.
કલેક્ટરે જિલ્લા અને તાલુકાના અધિકારીઓ દિવસમાં સવાર-સાંજ એમ 2 ટાઈમ સ્વજનોના ઘરે મુલાકાત લઈને તેમને કંઈ પણ મુશ્કેલી હોય તો સત્વરે જરૂરી કાર્યવાહી કરવા પણ અધિકારીઓને જણાવ્યું છે. આ બેઠક પૂર્વે જિલ્લા કલેક્ટર સહીતના અધિકારીઓ દ્વારા મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે ૨ મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
