<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

અમદાવાદમાં સર્જાયેલી ઇન્ડિયન એરલાઇન્સના વિમાન ક્રેશની દુર્ઘટનામાં 200થી વધુ વ્યક્તિઓના કરુણ મોત બાદ પરિવારજનોને પોતાના સ્વજનના પાર્થિવ દેહને સોંપવા માટે વડોદરાની સંસ્થાને એર ઇન્ડિયા દ્વારા 100 કોફીન બનાવવાનો ઓર્ડર અપાયો

કોફીનમાં તૈયાર પ્લાસ્ટિકની બેગ મૂકવામાં આવે છે જેથી મૃતકના શરીરનું પાણી કે જંતુ કોઈને ના લાગે એવા ઇરાદે બેગ મૂક્વામાં આવે છે કારીગરોએ ગઈ મોડી રાત સુધી જાગીને 25 કોફીન બનાવ્યા

અમદાવાદ તા.૧૪ :  અમદાવાદમાં સર્જાયેલી ઇન્ડિયન એરલાઇન્સના વિમાન ક્રેશની દુર્ઘટનામાં 200થી વધુ વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોને પોતાના સ્વજનના પાર્થિવ દેહને સોંપવા માટે વડોદરાની સંસ્થાને એર ઇન્ડિયા દ્વારા 100 કોફીન બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જે પૈકીના 25 કોફીન આજે બપોરે 3 વાગ્યા સુધીમાં અને બાકીના 25 કોફીન આજે રાત સુધીમાં અમદાવાદ ખાતે રવાના કરાશે.

કોફીન બનાવનાર સંસ્થા દ્વારા જણાવ્યું હતું કે, એક કોફીન બનાવતા બેથી ત્રણ કલાક જેટલો સમય લાગે છે. કુલ સાતથી આઠ વ્યક્તિની ટીમ કોફીન ધ્રુજતા હાથે બનાવી રહી છે. કારણ કે, દુર્ઘટનાના મૃતકો માટે એક સાથે મોટી સંખ્યામાં કોફીન બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આવી દુર્ઘટના અંગે મન પણ માનવા તૈયાર નથી. મૃતકોના અવશેષો કોફીનમાં રહે એ રીતે લાકડામાંથી બનાવવામાં આવે છે. તેની લેન્થ અને હાઈટ બાબતે ખાસ ધ્યાન રાખવું પડે છે. મૃતક કઈ હાલતમાં છે તેની કોઈને ખબર નથી. પરિણામે લેન્થનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

કોફીનમાં તૈયાર પ્લાસ્ટિકની બેગ મૂકવામાં આવે છે .જેથી મૃતકના શરીરનું પાણી કે જંતુ કોઈને ના લાગે એવા ઇરાદે બેગ મૂક્વામાં આવે છે. કારીગરોએ ગઈ મોડી રાત સુધી જાગીને 25 કોફીન બનાવ્યા છે. જે આજે ત્રણ વાગ્યા સુધીમાં અમદાવાદ રવાના કરાશે ત્યારબાદ બાકીના 25 કોફીન રાત સુધીમાં રવાના કરાશે. કુલ 120 કોફીન બનાવવાના છે.

(4:36 PM IST)