<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

પીએમ કિસાન યોજનાનો ૨૦મો હપ્‍તો જૂનના અંતમાં જમા થશે

ખેડુતો માટે ખુશખબર

નવી દિલ્‍હી, તા.૧૪: ખેડૂતો માટે સારા સમાચાર છે. પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ ૨૦મા હપ્તાની રાહ હવે સમાપ્ત થવા જઈ રહી છે. આ યોજના હેઠળ, પાત્ર ખેડૂતોને દર વર્ષે ૬,૦૦૦ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે, જે ૨,૦૦૦ રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્‍સફર કરવામાં આવે છે.

ફેબ્રુઆરી ૨૦૨૫ માં, કેન્‍દ્ર સરકારે યોજનાનો ૧૯મો હપ્તો જારી કર્યો હતો, અને હવે ૨૦મો હપ્તો જૂન ૨૦૨૫ ના અંત સુધી ગમે ત્‍યારે ખેડૂતોના ખાતામાં મોકલી શકાય છે. જો કે, સત્તાવાર તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે ભારત સરકાર દ્વારા ૨૦૧૯ માં PM-KISAN યોજના શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્‍ય નાના અને સીમાંત ખેડૂતોને સીધી રોકડ સહાય પૂરી પાડીને ખેતીમાં મદદ કરવાનો છે. આ હેઠળ, દરેક પાત્ર ખેડૂતને વાર્ષિક ૬,૦૦૦ રૂપિયા આપવામાં આવે છે, જે ચાર મહિનાના અંતરાલ પર ૨,૦૦૦ રૂપિયાના હપ્તામાં તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે.

અત્‍યાર સુધીની પેટર્ન મુજબ, ૧૯મો હપ્તો ફેબ્રુઆરી ૨૦૨૫ માં જારી કરવામાં આવ્‍યો હતો. આવી સ્‍થિતિમાં, ૨૦મો હપ્તો જૂન ૨૦૨૫ માં ગમે ત્‍યારે જારી કરી શકાય છે. તેથી, જે ખેડૂતોએ સમયસર પોતાનું ફૂધ્‍ળ્‍ઘ્‍ પૂર્ણ કર્યું છે અને જેમનું નામ લાભાર્થીઓની યાદીમાં છે તેઓ ટૂંક સમયમાં આગામી હપ્તો મેળવી શકે છે

(4:15 PM IST)