News of Saturday, 14th June 2025
અમદાવાદ પ્લેન ક્રેશ :વધુ એક મૃતદેહ મળ્યો :પ્લેનનો કાટમાળ ઉતારતા તેના પાછળના ભાગની ટેલમાંથી મળ્યો એક મૃતદેહ
મૃતદેહ પ્લેનની ટેલમાં ફસાઈ ગયો હતો ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો;મૃતદેહ મહિલા એર હોસ્ટેસનો હોવાની આશંકા

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્લેનનો કાટમાળ ઉતારતા તેના પાછળના ભાગની ટેલમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ મૂર્તદેહ એર હોસ્ટેસ હોવાની આશંકા છે. મળતી માહિતી મુજબ ટેલમાં મૃતદેહ ફસાઈ ગયો હતો.હાલ મૃતદેહ બહાર કાઢી પીએમ માટે લઈ જવામાં આવી રહ્યો છે.
અમદાવાદમાં થયેલ પ્લેન દુર્ઘટના આખો દેશ હચમચી ઉઠ્યો છે એક તરફ લોકોની બળી ગયેલા ઢગલા અને બીજી તરફ તેમના પરિવારના આક્રંદના ફોટા અને વીડિયો સામે આવી રહ્યા છે. આ પ્લેન દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 242 માંથી 241 લોકોના મૃત્યું થયાની પુષ્ટિ કરવામાં આવી છે. તમામ લોકોના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. પણ પ્લેનના પાછળના ભાગ એટલે કે પ્લેનની ટેલમાં તપાસ કરવા વધુ એક મૃતદેહ મળી આવ્યો છે.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
