<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

પહેલાં ભેસ પર સૂઈ ગયેલી ભાભી ઊઠીને નાચવા લાગી

વિડિયો સોશ્‍યલ મીડિયા પર વાઇરલ

 

 

નવી દિલ્‍હી,તા.૧૪: પ્રીતિ સોલંકી નામની એક મહિલા ભેંસ પર સૂઈ ગયેલી હોય અને પછી અચાનક ઊઠીને બિન્‍દાસ ડાન્‍સ કરવા લાગી હોય એવો વિડિયો સોશ્‍યલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વિડિયોને ૪૦ લાખથી વધુ વ્‍યુઝ મળી ચૂકયા છે. પ્રીતિ સોલંકી સાડી પહેરીને જાતજાતનાં ગતકડાંવાળી રીલ્‍સ બનાવતી હોય છે. આ વખતે તેણે બ્‍લુ રંગની સાડી પહેરી છે અને વિડિયો શરૂ થાય એ વખતે ભેંસની ઉપર સૂઈ ગયેલી જોવા મળે છે. ભેંસ પણ જાણે આ બધું નોર્મલ હોય એમ સ્‍થિર બેસી રહે છે. જોકે અચાનક મ્‍યુઝિક વાગતાં પ્રીતિ ઊઠીને સેક્‍સી ડાન્‍સ કરવા લાગે છે.(૪૦.૬)

(10:09 AM IST)