<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

જ્‍યાં સુધી ન્‍યાય નહીં મળે ત્‍યાં સુધી ચા બનાવતો રહીશઃ પત્‍નીપીડિત

પત્‍નીના આરોપો સામે વિરોધ-પ્રદર્શન કરવા પત્‍નીના ઘરની સામે ખોલી ચાની દુકાન, નામ આપ્‍યું 498A ટી કેફે

 

 

નીમચ,તા.૧૪: મધ્‍ય પ્રદેશના નીમચ જિલ્લાના અઠાના ગામમાં કળષ્‍ણકુમાર ધાકડ જબરો પત્‍નીપીડિત છે. તેની પત્‍નીએ દહેજ માગવાના આરોપસર ઘરેલુ હિંસાનો કેસ કર્યો છે. આ કેસના સંદર્ભમાં કળષ્‍ણકુમારે પણ હાર નથી માની. તેણે પોતાના પર થયેલા આરોપ સામે અનોખું વિરોધ-પ્રદર્શન શરૂ કર્યું છે. કળષ્‍ણકુમાર ધાકડનાં લગ્ન રાજસ્‍થાનના અંતા ગામની મીનાક્ષી સાથે થયાં હતાં. ૨૦૧૮માં પતિ-પત્‍ની બન્નેએ મળીને મધમાખી પાલનનું કામ શરૂ કર્યું અને એ કામ ખૂબ સફળ રહ્યું. એનાથી અનેક બેરોજગાર મહિલાઓને રોજગાર મળ્‍યો. જોકે ૨૦૨૨માં પત્‍ની તેને છોડીને જતી રહી. તેણે એવા આરોપો મૂકયા કે પતિ દહેજ માગે છે. કળષ્‍ણકુમાર એ વખતે UPSCની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો અને પત્‍નીના દહેજ અને ડોમેસ્‍ટિક વાયલન્‍સના આરોપોને કારણે તેની જિંદગી તહસનહસ થઈ ગઈ. પત્‍નીએ IPCની 498A ધારા હેઠળ ભરણપોષણ માટે કેસ કર્યો હતો. આ જૂઠા આરોપોનો વિરોધ કરવા માટે કળષ્‍ણકુમારે અનોખો રસ્‍તો અપનાવ્‍યો છે. તેણે રાજસ્‍થાનના અંતા ગામમાં પત્‍નીના પિયરના ઘરની સામે ચાની દુકાન ખોલી છે. નામ આપ્‍યું છે 498A કેફે. આ ઠેલા પર તે પોતાનો એક હાથ હાથકડીથી બાંધીને ચા બનાવે છે અને વેચે છે. કળષ્‍ણકુમારનું કહેવું છે કે ‘મારી દુકાનનું પોસ્‍ટર છે જેમાં મારા પર વીતેલી કથનીની કહાણી છે. જ્‍યાં સુધી મને ન્‍યાય નહીં મળે ત્‍યાં સુધી હું પત્‍નીના પિયરની સામે જ ચાની લારી ચલાવીશ અને આ રીતે વિરોધ-પ્રદર્શન કરીશ.'(૪૦.૫)

(10:07 AM IST)