<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

ગૂગલ મેપ પર આંધળો ભરોસો કરતાં કાર અન્‍ડર-કન્‍સ્‍ટ્રક્‍શન ફલાયઓવર પર લટકી ગઈ

ફ્‌લાયઓવર માટે કામ કરતા મજૂરોએ તરત જ એમાં સવાર થયેલા પેસેન્‍જરોને બહાર કાઢી લીધા હતા

 

 

મહારાજગંજ,તા.૧૪: કયારેય ગૂગલ મૅપ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન મૂકવો એ વાતનો વધુ એક પરચો તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં મળ્‍યો છે. એક વાહનચાલક ગૂગલ મેપને ફોલો કરતો હતો ત્‍યારે અચાનક નેશનલ હાઇવે ૨૪ પર મહારાજગંજ પાસેના અન્‍ડર-કન્‍સ્‍ટ્રક્‍શન ફ્‌લાવરઓવર પર કાર ચડી ગઈ હતી અને ઊંધા માથે પટકાઈ ગઈ હતી. ફ્‌લાયઓવર હજી બની રહ્યો હતો એટલે અચાનક એના ડેડ-એન્‍ડ પાસે કાર ઊંધી વળી ગઈ હતી. ફ્‌લાયઓવર માટે કામ કરતા મજૂરોએ તરત જ એમાં સવાર થયેલા પેસેન્‍જરોને બહાર કાઢી લીધા હતા.(૪૦.૬)

(10:05 AM IST)