News of Saturday, 14th June 2025
વેપાર બંધ કરી દીધા પછી પણ GSTમાં જમા હોય તે ક્રેડિટ વેપારીને આપવી પડશે
વેપાર બંધ કર્યા બાદ અત્યાર સુધી ક્રેડિટ મળતી નહોતી : સિક્કિમ હાઇકોર્ટના ચુકાદા બાદ હવે ક્રેડિટ આપવાનો માર્ગ મોકળો

મુંબઈ,તા.૧૪: વેપાર બંધ કરી દેવામાં આવે તો વેપારીના ઇલેકટ્રોનિક લેઝરમાં જે પણ રકમ પડી હોય તે પરત આપવામાં આવતી નહોતી. પરંતુ સિક્કિમ હાઈ કોર્ટે આપેલા ચુકાદા બાદ વેપારીના ખાતામાં જમા પડેલી ક્રેડિટ વેપારીને પરત આપવાનો માર્ગ મોકળો થયો છે. સિક્કિમ હાઇકોર્ટે પણ વેપારીની ક્રેડિટ જમા હોય તેવા કિસ્સામાં તે રકમ પરત આપવાનો આદેશ કરતા વેપારીઓને પણ તેનો લાભ થવાનો છે. કોઈ પણ કારણોસર વેપારી દ્વારા વેપાર બંધ કરીને નિયમોનુસાર બાકી રહેલોજીએસટી, વ્યાજ અને દંડ સહિતની રકમ ભરપાઈ કરી દેવામાં આવ્યા બાદ તેના ખાતામાં જે પણ ક્રેડિટ જમા હોય તે વેપારીને પરત આપવાની હોય છે. પરંતુ જીએસટીના અધિકારીઓ દ્વારા તે રકમ પરત આપતા નહોતા. તેના કારણે સિક્કિમ હાઈકોર્ટમાં એસઆઈસીપીએ ઈન્ડિયા પ્રાઈવેટ લિમીટેડ દ્વારા રીટ પીટીશન કરાઈ હતી. વેપારીના ઇલેક્ટ્રોનીક લેઝરમાં જે પણ ક્રેડિટ જમા હોય તે વેપારીને પરત કરવાની દાદ માંગવામાં આવી હતી. આ કેસમાં સિક્કિમ હાઈકોર્ટે વેપારીના ખાતામાં જે પણ રકમ જમાછે તે રકમ યોગ્ય હોય તો વેપારીને પરત આપવામાં આવવી જોઈએ તેનો ચુકાદો આપ્યો છે. તેના કારણે ગુજરાત સહિત સુરતના અનેક વેપારીઓને તેનો ફાયદો થવાનો છે. કારણ કે હાલમાં વેપારી દ્વારા વેપાર બંધ કરી દેવામાં આવે તો તેના ખાતામાં ક્રેડિટ હોય તો પણ જીએસટી દ્વારા તે પરત કરવામાં આવતી નહોતી. આ ચુકાદા બાદ વેપારીના ખાતામાં જમા પડેલી ક્રેડિટ પરત મળવાનો માર્ગ મોકળો થયો છે. તેના કારણે વેપારીએ જમા રકમ પરત મળવાના કારણે અન્ય વેપારમાં તેનો ઉપયોગ પણ કરી શકશે.(૪૦.૧૦)
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
