News of Tuesday, 10th June 2025
૪ કિમી દૂરથી ઓનલાઈન ખાવાનું મગાવ્યું તો વધારે પૈસા લાગશે
મોટો ઝટકો સહન કરવા તૈયાર રહેજોઃ ઝોમેટોએ લગાવ્યો નવો ચાર્જ

નવી દિલ્હી તા.૧૦: ઝોમેટોની પેરેન્ટ કંપની Eternal હવે રેસ્ટોરન્ટ પાસેથી દરેક ઓર્ડર પર વધારે વસૂલી કરવાની તૈયારીમાં છે. કંપનીએ હાલમાં જ એક નવો નિયમ લાગુ કર્યો છે, જે અંતર્ગત હવે ૪ કિમીથી વધારે અંતર પર ડિલિવરી થવા પર રેસ્ટોરન્ટ્સને લોંગ ડિસ્ટન્સ ફી ચૂકવવી પડશે. જો ઓર્ડર ૪થી ૬ કિમીની વચ્ચે છે અને તેની કિંમત ૧૫૦ રૂપિયાથી વધારે છે, તો રેસ્ટોરન્ટે ઝોમેટોને ૨૦ રૂપિયા આપવા પડશે. તો વળી, જો અંતર ૬ કિમીથી વધારે છે, તો આ ફી ડબલ થઈને ૪૦ રૂપિયા થઈ જશે. આ ચાર્જ સીધો ગ્રાહક પર તો નહીં લાગે, પણ શકય છે કે રેસ્ટોરન્ટ્સ પર જ્યારે ભાર આવશે એટલે અમુક ભાગ ગ્રાહકોને માથે પણ થોપશે.
નાના ઓર્ડર, એટલે કે જેની કિંમત ૧૫૦ રૂપિયાથી ઓછી છે, જો તે ૬ કિમીની અંદર ડિલિવર થાય છે તો તેના પર કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી લાગે, પણ જો આ ઓર્ડર ૬ કિમીથી વધારે દૂર ડિલિવર થાય છે, તો પણ રેસ્ટોરન્ટને ૪૦ રૂપિયા પ્રતિ ઓર્ડર ઝોમેટો ને આપવો પડશે. ચાર રેસ્ટોરન્ટ માલિકે જણાવ્યું કે, Eternalએ આ પ્રસ્તાવ હાલમાં જ આપવાનો શરૂ કરી દીધો છે અને આવનારા દિવસોમાં તેને લાગુ કરવામાં આવશે. તેમનું માનવું છે કે, આ નવી ફીના કારણે તેઓ દૂરના ઓર્ડર લેવાનું ટાળશે.
જો કે, આ ફી દરેક રેસ્ટોરન્ટ પાર્ટનર સાથે Eternal/ઝોમેટોના અલગ અલગ કોન્ટ્રાક્ટ પર નિર્ભર કરશે. તેમ છતાં, કંપનીએ એક કેપ પણ નક્કી કર્યું છે. જે મુજબ, કોઈ પણ રેસ્ટોરન્ટથી ઝોમેટો કુલ મળીને ઓર્ડર વેલ્યૂના ૩૦ ટકાથી વધારે નહીં લાગે. એટલે કે, કમિશન અને આ નવી લોંગ ડિસ્ટન્સ ફી મળીને પણ રેસ્ટોરન્ટને વધુમાં વધુ ૩૦ ટકા સુધી ચૂકવણી કરવી પડશે.
ઝોમેટોઆ વધારાનો ચાર્જ ખાલી પોતાની રેસ્ટોરન્ટ પાર્ટનર્સ પાસેથી લેશે, ગ્રાહકો પર હાલમાં તેની અસર પડશે નહીં. ગ્રાહકો માટે ડિલિવરી ફી હાલ જેવી છે તેવી જ રહેશે. ઝોમેટોGoldના યુઝર્સને પણ ફ્રી ડિલિવરીનો ફાયદો પહેલાની માફક મળતો રહેશે.
ઝોમેટોખાલી ફી જ નથી વધારી રહ્યું, પણ હવે તે એક્સ્ટ્રા પૈસા આપીને ડિલિવરીમાં પ્રાથમિકતા અને બ્રાન્ડને વધારે વિઝિબિલિટી અપાવવાની સ્કીમ પણ લઈને આવ્યું છે. Eternal હવે વિઝિબિલિટી અશ્યોરન્સ પ્લાન અંતર્ગત રેસ્ટોરન્ટ્સથી ૬૦૦૦થી ૬૫૦૦ રૂપિયા પ્રતિ બ્રાન્ડ માંગી રહ્યું છે, જેનાથી તેમને પ્રાયોરિટી પર રાઇડર્સ મળે અને ઓર્ડર જલદી ડિલિવર થાય.
એક રેસ્ટોરન્ટ માલિકે જણાવ્યું કે, ‘‘ઝોમેટોએ કહ્યું છે કે જો હું દરેક બ્રાન્ડ માટે લગભગ ૬૦૦૦ રૂપિયા આપું, તો મારા ઓર્ડર પર પહેલા રાઇડર અસાઇન થશે, જેનાથી ગ્રાહક સંતુષ્ટ થશે અને ફરી વાર ઓર્ડર કરશે.'' (૩૮.૨)
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
