<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

ઓપરેશન સિંદૂર બાદ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈની બઢતી

રાજીવ ઘઈને ડેપ્યૂટી ચીફ ઓફ સ્ટાફ નિયુક્ત કરાયાઃભારતીય સેનાના તમામ ઓપરેશનલ ક્ષેત્રો ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ (સુરક્ષા) ને રિપોર્ટ કરે છે

નવી દિલ્હી, તા.૯

જમ્મુ- કાશ્મિરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર અભિયાન ચલાવ્યું હતું અને તેમાં પાકિસ્તાનના આતંકી સંગઠનોને તબાહ કરી દીધા હતા. એ પછી પાકિસ્તાને હુમલાની નાપાક કોશિશ કરી હતી, પરંતુ ભારતીય સેનાએ ડ્રોન અને મિસાઈલોને હવામાં તોડી પાડી હતી.  ઓપરેશન સિંદૂરના સફળતા બાદ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈની બઢતી મળી છે.

લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈને બઢતી આપવામાં આવી છે. ભારત સરકારે રાજીવ ઘઈને ડેપ્યૂટી ચીફ ઓફ સ્ટાફ નિયુક્ત કર્યા છે. ભારતીય સેનાના તમામ ઓપરેશનલ ક્ષેત્રો ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ (સુરક્ષા) ને રિપોર્ટ કરે છે. લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) તરીકે સેવા આપવાનું ચાલુ રાખશે.

સરંક્ષણ મંત્રાલયના અધિકૃત નિવેદનમાં જાહેર કરીને રાજીલ ઘાઈને પ્રમોશનની માહિતી આપી છે. તેને લઈને સરંક્ષણ મંત્રાલયે કહ્યું કે, ઈન્ડિયન આર્મી અને ગુપ્તચર એજન્સી સહિત અન્ય મુખ્ય ડિપાર્ટમેન્ટની વચ્ચે સામંજસ્ય બેસાડવા માટે ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ  (સ્ટ્રેટેજી) નું પદ બનાવવામાં આવ્યું છે. ઈન્ડિયન આર્મીમાં મુખ્ય પદોમાંથી આ એક મહત્ત્વની પોસ્ટ માનવામાં આવે છે.

નોંધનીય છે કે, લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ કુમાઉ રેજિમેન્ટના સીનિયર અધિકારી છે. તેમણે ભારતીય સેનામાં તેમની સેવા દરમિયાન ઘણા મોટા ઓપરેશન્સનું નેતૃત્વ કર્યું હતું. DGMO ની જવાબદારી સંભાળતા પહેલા તેઓ ચિનાર કોર્પ્સના ય્ર્ંઝ્ર રહી ચૂક્યા છે. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સામેના ઘણા ઓપરેશન્સમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નીભાવી છે.

(10:27 PM IST)