<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

ઘોર કળિયુગઃ પતિ પસંદ ન આવતા પરણેલી મહિલા તેની બહેનપણીને પતિ માનવા લાગી, બધું મૂકી તેની સાથે રહેવા જતી રહી

રાજસ્‍થાનના ઝુંઝુનૂના મૈનપુરા ગામમાં એક વિવાહિતા અને યુવતીના લિવ ઈન રિલેશનશિપે હોબાળો થઈ ગયો : વિવાહિતા પતિથી દૂર રહેવા લાગી અને તેની બહેનપણી સાથે રહેવાનો નિર્ણય લીધો

 

ઝુંઝુનૂ તા.૭: જિલ્લાના મૈનપુરા ગામમાં એક વિવાહિતા અને યુવતીના લિવ ઇન રિલેશનશિપના કારણે ગામડામાં હોબાળો થઈ ગયો. ઉદયપુરવાટી વિસ્‍તારમાંથી આ મામલો સામે આવ્‍યો છે. એક પરણેલી મહિલા સાસરિયું છોડીને બેંગ્‍લોરમાં એક યુવતી સાથે લિવ ઇનમાં રહેવા માટે જતી રહી. ત્‍યારબાદ તે આ યુવતી સાથે પાછી મૈનપુરા ગામમાં આવી. તેની જાણ થતાં વિવાહિતાના સાસરિયાવાળાઓએ યુવતીના ઘરે જઈને ભારે હોબાળો કર્યો. (પ્રતિકાત્‍મક તસવીર-AI)

પ્રાપ્ત જાણકારી અનુસાર, વિવાહિતા અને યુવતી છેલ્લા કેટલાક સમયથી બેંગ્‍લોરમાં એકસાથે રહેતી હતી. બંને વચ્‍ચે પ્રેમ થયો અને પરણેલી મહિલા તેના પતિથી દૂર થવા લાગી. પરણેલી મહિલાનો આરોપ છે કે, પતિ દારૂના નશામાં તેને મારતો હતો. જે બાદ તેણે સાસરિયું છોડી દીધું. જ્‍યારે પરણેલી મહિલા મૈનપુરા ગામ પરત આવી તો તેના સાસરિયાવાળાને તેની જાણકારી થઈ. તેમણે યુવતીના ઘરે પહોંચીને હોબાળો મચાવ્‍યો. પરિવારના લોકોએ વાંધો ઉઠાવ્‍યો. ગામમાં માહોલ તણાવભર્યો થઈ ગયો.

સૂચના મળતા ઉદયપુરવાટી પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી અને બંને પક્ષને શાંત કરવાની કોશિશ કરી. વિવાહિતાએ સ્‍પષ્ટ કહી દીધું કે, તે આ યુવતી સાથે રહેવા માગે છે અને બંનેએ પોલીસ પાસે સુરક્ષાની માગ કરી છે. આ મામલામાં પોલીસનું કહેવું છે કે, બંને પુખ્‍તવયની છે. તેથી તેમને સ્‍વવિવેકથી જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે. પોલીસે બંનેને સુરક્ષાનું આશ્વાસન આપ્‍યું અને મામલો શાંત કરાવ્‍યો.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આ પરણેલી મહિલાના પિયરવાળાઓએ ૧૦ દિવસ પહેલા દીકરી ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. આરોપ પણ લગાવ્‍યો કે, યુવતી તેને ભગાડી લઈ ગઈ. ૫મું ભણેલી મહિલાને એક ચાર વર્ષનો દીકરો પણ છે. તેનો પતિ ટાઇલ ફિટ કરવાનું કામ કરે છે. તો વળી પરણેલી મહિલાનું કહેવું છે કે, તે પોતાની મરજીથી યુવતી સાથે રહે છે. સાસરિયે કે પિયરમાં જવું નથી, કારણ કે તેને ત્‍યાં જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે(૩૮.૭)

(9:38 AM IST)