News of Friday, 6th June 2025
ટ્રમ્પની ધમકી પછી એલોન મસ્કની પીછેહટ :સ્પેસએક્સના ડ્રેગન સ્પેસક્રાફ્ટને "નિષ્ક્રિય" કરવાની જાહેરાત પાછી ખેંચી
એલોન મસ્કની આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા શરૂ :ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના CEO એલોન મસ્ક વચ્ચેનો શાબ્દિક યુદ્ધ હવે અવકાશ સુધી પહોંચી ગયું

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના CEO એલોન મસ્ક વચ્ચેનો શાબ્દિક યુદ્ધ હવે અવકાશ સુધી પહોંચી ગયું છે. ટ્રમ્પની ધમકી પછી, મસ્કે સ્પેસએક્સના ડ્રેગન સ્પેસક્રાફ્ટને "નિષ્ક્રિય" કરવાની જાહેરાત કરી. એલોન મસ્કની આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ, ત્યારબાદ મસ્કે યુ-ટર્ન લીધો અને પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે એલોન મસ્કની કંપનીને આપવામાં આવતી સરકારી સબસિડી અને ટેક્સ કાપ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેના જવાબમાં એલોન મસ્કે ડ્રેગન અવકાશયાનને બંધ કરવાની ધમકી આપી હતી.
બજેટમાં પૈસા બચાવવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે એલનની કંપનીને આપવામાં આવેલી સબસિડી અને કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે. આનાથી અબજો રૂપિયા બચશે. મને આશ્ચર્ય થાય છે કે બિડેન વહીવટીતંત્રે આ પહેલા કેમ ન કર્યું?
ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા, એલોન મસ્કે કહ્યું, "રાષ્ટ્રપતિના નિવેદનને ધ્યાનમાં રાખીને, જો તેઓ મારી કંપની સાથેના તમામ કરાર રદ કરે છે, તો સ્પેસએક્સ શક્ય તેટલી વહેલી તકે ડ્રેગન અવકાશયાનને ડિકમિશન કરવાનું શરૂ કરશે."
એલોન મસ્કની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા, એક યુઝરે લખ્યું કે આ ખૂબ જ શરમજનક છે. જો તમે તમારો નિર્ણય પાછો ખેંચી લો તો વધુ સારું રહેશે. આના પર પ્રતિક્રિયા આપતા, એલોન મસ્કે કહ્યું, "સારી સલાહ. ઠીક છે, અમે ડ્રેગનને ડિકમિશન નહીં કરીએ."
સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાનનો ઉપયોગ અમેરિકન અવકાશ એજન્સી નાસા દ્વારા કરવામાં આવે છે. અવકાશયાત્રીઓને ડ્રેગન અવકાશયાન કેપ્સ્યુલમાં જ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર મોકલવામાં આવે છે અને પાછા લાવવામાં આવે છે. આ માટે, એલોન મસ્કની કંપની સ્પેસએક્સ અને નાસા વચ્ચે 4.9 અબજ યુએસ ડોલરનો સોદો થયો છે. ડ્રેગન અવકાશયાન સિવાય, ફક્ત રશિયાનું સોયુઝ સિસ્ટમ જ અવકાશયાત્રીઓને ISS પર લઈ જવા અને પાછા લાવવામાં સક્ષમ છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
