<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

બેંગ્લુરુ સ્ટેડિયમાં બહાર ભાગદોડ :કર્ણાટક હાઈકોર્ટ દ્વારા કાર્યવાહી કરતાં સુઓમોટો દાખલ :બપોરે થશે સુનાવણી

કર્ણાટકના મુખ્યમંત્રીએ ક્રિકેટ સંઘ પર સવાલ ઉઠાવ્યા:તેમણે કહ્યું કે આ કાર્યક્રમ અમે આયોજિત કર્યો નથી, ક્રિકેટ સંઘ દ્વારા કરાયો છે. અમારી જવાબદારી સુરક્ષા આપવાની હતી

બેંગલુરુમાં વિક્ટ્રી પરેડ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી ગઈ હતી. જેમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. હવે આ મામલે કર્ણાટક હાઈકોર્ટે કાર્યવાહી કરતાં સુઓમોટો દાખલ કર્યો છે. આજે કોર્ટ 2.30 વાગ્યે સુનાવણી કરશે.

મીડિયા અહેવાલો અનુસાર કર્ણાટકના મુખ્યમંત્રીએ ક્રિકેટ સંઘ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે કાર્યક્રમ અમે આયોજિત કર્યો નથી, ક્રિકેટ સંઘ દ્વારા કરવામાં આવ્યો છે. અમારી જવાબદારી સુરક્ષા આપવાની હતી. તેમણે જેટલા પાસ આપ્યા જેટલી ભીડ આવવાની હતી. હવે વધારે લોકો પહોંચી ગયા તો અમે શું કરીએ. આ જવાબ આપીને સરકારે હાથ સમગ્ર મામલામાંથી પોતાના હાથ ખંખેરી લીધા છે.

સ્ટેડિયમમાં થયેલી ભાગદોડ મામલે આમ આદમી પાર્ટીના યુવા અધ્યક્ષ લોહીત હનુમનપુરાએ પોલીસમાં ફરિયાદ કરી છે. જેમાં કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન અને ચિન્નાસ્વામી સ્ટેડિયમના સીઈઓની સામે ફરિયાદ નોંધવાની માંગ કરી છે.

આ સાથે જ સામાજિક કાર્યકર્તા સ્નેહમયી કૃષ્ણાને કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર અને ક્રિકેટ સંઘ સામે લાપરવાહીનો આરોપ લગાવી ફરિયાદ નોંધવા માંગ કરી છે

(1:25 PM IST)