<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

પાડોશીને કૂતરૂં કરડતાં માલિકને ચાર મહિનાની જેલની સજા

મુંબઈમાં એક પાળતું કૂતરાએ પાડોશી બચકા ભરતા કૂતરાના માલિકને જેલ જવાનો વારો આવ્‍યો છે

મુંબઇઃ તા. પ, મુંબઈમાં એક પાળતું કૂતરાએ પાડોશી બચકા ભરતા કૂતરાના માલિકને જેલ જવાનો વારો આવ્‍યો છે. આ કેસમાં દાદર મેટ્રોપોલિટન મેજિસ્‍ટ્રેટ કોર્ટે વર્લીમાં રહેતા ૪૦ વર્ષીય રિશભ પટેલને સાત વર્ષ જૂના કેસમાં ચાર મહિનાની જેલની સજા ફટકારી છે, અને તેની સાથે ૪૦૦૦ રૂપિયાનો દંડ ભરવાનો પણ આદેશ આપ્‍યો છે. આ ઘટના ફેબ્રુઆરી ૦૧, ૨૦૧૮ના રોજ બની હતી, જેમાં રિશભ પટેલનો કૂતરો એપાર્ટમેન્‍ટની લિફ્‌ટમાં તેમના પાડોશી રમિક શાહને કરડ્‍યો હતો, અને આ કેસનો ચૂકાદો મે ૨૧, ૨૦૨૫દ્ગક્ર રોજ આવ્‍યો છે.

રમિક શાહ, તેમનો દીકરો અને તેમના ત્‍યાં ઘરકામ કરનારા વ્‍યક્‍તિ તેમના એપાર્ટમેન્‍ટના ચોથા માળેથી નીચે ઉતરવા માટે લિફ્‌ટમાં દાખલ થયા હતા. જયારે ત્રીજા માળે રિશભ પટેલ પોતાના કૂતરા સાથે લિફ્‌ટમાં દાખલ થયા હતા. જોકે, રમિક શાહે રિશભ પટેલને કહ્યું હતું કે તેમના દીકરાને કૂતરાથી ડર લાગે છે, અને વિનંતી કરી હતી કે તે પોતાના કૂતરાને લઈને લિફ્‌ટની બહાર જતાં રહે અથવા તો તેમને બહાર જવા દે. જોકે, રિશભ પટેલ પોતાના કૂતરાને લઈને લિફ્‌ટમાં દાખલ થયા હતા, અને તેમની વચ્‍ચે દલીલો શરૂ થઈ હતી. તેવામાં કૂતરાએ રમિક શાહના જમણા હાથ પર બચકું ભર્યું હતું.

કૂતરૂં કરડવાના કારણે તેમણે તાત્‍કાલીક તેની સારવાર કરાવી હતી, અને બાદમાં તેમણે વરલી પોલીસ સ્‍ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. વર્લી પોલીસે જ્‍ત્‍ય્‍ દાખલ કરીને રિશભ પટેલ સામે તપાસ શરૂ કરી હતી. ટ્રાયલ દરમિયાન રિશભ પટેલના વકીલે દલીલ કરી હતી તેમના ક્‍લાયન્‍ટ પર ખોટો આરોપ મૂકવામાં આવ્‍યો હતો અને સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવામાં થયેલા વિલંબના કારણે તેમને નિર્દોષ જાહેર કરવા જોઈએ. જોકે, કોર્ટ આ વાત સાથે સહમત નહોતી થઈ અને રિશભ પટેને દોષિત ઠેરવ્‍યા હતા.

ઉપલબ્‍ધ પૂરાવાના આધારે કોર્ટે કહ્યું હતું કે, રમિક શાહે રિશભ પટેલને વિનંત કરી હતી કે તે કૂતરાને લઈને લિફ્‌ટમાં ન આવે, અથવા તો તેમને લિફ્‌ટમાંથી બહાર જવા દે, પરંતુ તેમની વિનંતી અવગણના કરવામાં આવી હતી. રિશભ પટેલ કૂતરાને લઈને લિફ્‌ટમાં દાખલ થયા હતા અને કૂતરું રમિક શાહને કરડ્‍યું હતું. જયુડિશિયલ મેજિસ્‍ટ્રેટે જણાવ્‍યું હતું કે, પીડિતનો એક વર્ષનો પુત્ર લિફ્‌ટમાં હાજર હતો પરંતુ રિશભ પટેલે તેમના દીકરાની પણ પરવાહ કરી ન હતી અને કૂતરાને લઈને લિફ્‌ટમાં ગયા હતા. કોર્ટે કૂતરાના માલિકને સજા ફટકારતી વખતે કહ્યું હતું કે પીડિતને શારીરિક અને માનસિક બંને રીતે હેરાનગતિ થઈ છે.

(11:23 AM IST)