તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Wednesday, 4th June 2025
પતિ કે પત્નિને મોટી રોકડ આપશો તો આવી શકે છે IT વિભાગની નોટિસ !
પતિ-પત્નિના રોકડ વ્યવહારો પર કલમ 269SS અને 269Tનો સકંજો : રૂ.૨૦ હજારથી વધુ રોકડ વ્યવહાર ટાળો : આવક ‘ક્લબ' થઈને કરનો બોજ વધશે

નવી દિલ્હી, તા.૪: ઘરના ખર્ચ માટે પત્નીને પૈસા આપવા કે ભેટ આપવી એ પતિ-પત્ની વચ્ચેની એક સામાન્ય અને અંગત બાબત ગણાય છે. પરંતુ, ભારતીય આવકવેરા વિભાગની નજરમાં આ ‘ખાનગી' વ્યવહાર કયારેક ‘સરકારી' નોટિસનું કારણ બની શકે છે. આવકવેરા નિયમો ૨૦૨૫ હેઠળ, કલમ 269SS અને 269T જેવા કેટલાક મહત્વપૂર્ણ નિયમો છે જે રોકડ વ્યવહારો પર કડક મર્યાદાઓ લાદે છે, અને તેનું પાલન ન કરવા પર મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે.
આવકવેરા વિભાગની બે કલમો રોકડ વ્યવહારો પર લગામ લગાવે છે જેમાં કલમ 269SS મુજબ, કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિ પાસેથી રૂ.૨૦,૦૦૦ કે તેથી વધુ રકમ રોકડમાં સ્વીકારી શકતી નથી. જો રકમ રૂ.૨૦,૦૦૦ થી વધુ હોય, તો તે ફરજિયાતપણે ફક્ત બેંકિંગ ચેનલો (જેમ કે એકાઉન્ટ પેયી ચેક, NEFT, RTGS, UPI, વગેરે) દ્વારા જ સ્વીકારી શકાય છે.
જયારે કલમ 269T: હેઠળ, રૂ.૨૦,૦૦૦ કે તેથી વધુ રકમ રોકડમાં ચૂકવી શકાતી નથી, ખાસ કરીને લોન અથવા એડવાન્સના રૂપમાં. આ રકમ ફક્ત બેંકિંગ ચેનલો દ્વારા જ પરત કરી શકાય છે. જો પતિ તેની પત્નીને ભેટ અથવા ઘરના ખર્ચ તરીકે રોકડ આપે છે, તો સામાન્ય રીતે આ રકમ પતિની આવક તરીકે ગણવામાં આવે છે અને પત્ની પર તેના પર સીધો કર લાદવામાં આવતો નથી.
જો પત્નીને આપવામાં આવેલી આ રોકડ રકમનો ઉપયોગ તેણી કોઈપણ રોકાણ (જેમ કે ફિક્સ ડિપોઝિટ, શેર, મ્યુચ્યુઅલ ફંડ, વગેરે) માં કરે છે અને તેમાંથી આવક મેળવે છે, તો તે આવક પર કર ચૂકવવો પડી શકે છે.
આનાથી પણ વધુ ગંભીર બાબત એ છે કે જો આવકવેરા વિભાગને એવું સાબિત થાય કે રોકાણનો મુખ્ય હેતુ ફક્ત કર બચાવવાનો અથવા આવકને ‘ડાયવર્ટ' કરવાનો હતો, તો આવકવેરા વિભાગ ‘આવકનું ક્લબિંગ'ની જોગવાઈઓ હેઠળ પત્નીની આ રોકાણમાંથી થતી આવકને પતિની કુલ આવકમાં ઉમેરી શકે છે! આનો સીધો અર્થ એ થશે કે પતિએ તે આવક પર પણ કર ચૂકવવો પડશે.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
