News of Wednesday, 4th June 2025
મારું હૃદય બેંગલુરુ સાથે છે, મારો આત્મા બેંગલુરુ સાથે છેઃ વિરાટ
૧૮ વર્ષીય બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચેમ્પિયનઐતિહાસિક જીત બાદ કોહલીએ કહ્યું, આ જીત ટીમ માટે જેટલી છે તેટલી જ ચાહકો માટે પણ છે મેં મારી યુવાની, મારું શ્રેષ્ઠ અને મારો અનુભવ આ ટીમને આપ્યો છે, હું ટીમ પ્રત્યે વફાદાર રહ્યો છું

અમદાવાદઃ૧૮ વર્ષથી IPL ટ્રોફીના દુષ્કાળનો સામનો કરી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની રાહનો અંત આવ્યો છે IPL ૨૦૨૫ની ફાઇનલ મેચમાં RCBએ પંજાબ કિંગ્સને ૬ રનથી હરાવીને પહેલો ખિતાબ જીત્યો છે. આખરે IPLને એક નવો ચેમ્પિયન મળ્યો. જોકે પંજાબ કિંગ્સ પણ સારું રમ્યા. પરંતુ RCB જીતી ગયું. વિજય પછી વિરાટ કોહલીએ મોટું નિવેદન આપ્યું. તેમણે આ જીતને અદ્ભુત ગણાવી. વિરાટને આખરે પહેલી IPL ટ્રોફી મળી.વિરાટ કોહલી ૧૮ વર્ષથી RCBનો ભાગ છે. પરંતુ અત્યાર સુધી તે આ ટીમ માટે એક પણ ખિતાબ જીતી શકયો નથી. જોકે, IPL ૨૦૨૫માં કિંગ કોહલીની રાહનો અંત આવ્યો છે.
ઐતિહાસિક જીત બાદ કોહલીએ કહ્યું, આ જીત ટીમ માટે જેટલી છે તેટલી જ ચાહકો માટે પણ છે. મેં મારી યુવાની, મારું શ્રેષ્ઠ અને મારો અનુભવ આ ટીમને આપ્યો છે. દરેક સિઝનમાં જીતવાનો પ્રયાસ કર્યો, મારું શ્રેષ્ઠ આપ્યું. કયારેય વિચાર્યું ન હતું કે આ દિવસ આવશે, જીત્યા પછી હું ભાવુક થઈ ગયો. એબી ડી વિલિયર્સે ફ્રેન્ચાઇઝી માટે જે કર્યું છે તે જબરદસ્ત છે, મેં તેને કહ્યું કે ‘‘આ એટલું જ તમારું છે જેટલું આપણું છે. ચાર વર્ષથી નિવળત્ત હોવા છતાં, તે ફ્રેન્ચાઇઝીમાં સૌથી વધુ વખત POTM રહ્યો છે.''
વિરાટે તે પોડિયમ પર રહીને કપ ઉપાડવાને લાયક છે. આ જીત તેના માટે સૌથી મોટી જીત છે, હું આ ટીમ પ્રત્યે વફાદાર રહ્યો છું. મારી પાસે બીજી ઘણી ક્ષણો હતી, પરંતુ હું તેમની સાથે રહ્યો અને તેઓ મારી સાથે રહ્યા. મારું હૃદય બેંગલુરુ સાથે છે, મારો આત્મા બેંગલુરુ સાથે છે. આ એક ઉચ્ચ-તીવ્રતાવાળી ટુર્નામેન્ટ છે, હું મોટી ટુર્નામેન્ટ અને ક્ષણો જીતવા માંગુ છું. આજે રાત્રે હું બાળકની જેમ સૂઈશ.(૩૮.૧૭)
સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ કિંગ કોહલીના નામેઃ ધવનનો રેકોર્ડ તોડયો
અમદાવાદઃ વિરાટ કોહલીએ પંજાબ સામે ૧ ચોગ્ગો ફટકારતા જ ઇતિહાસ રચ્યો. તેણે શિખર ધવનને પાછળ છોડી દીધો, જેમના નામે IPLમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ હતો. પરંતુ હવે IPLમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. વિરાટે ૭૬૯ ચોગ્ગા ફટકાર્યા છે, જ્યારે ધવનના નામે ૭૬૮ ચોગ્ગા છે. ડેવિડ વોર્નર ત્રીજા સ્થાને છે જેણે IPLમાં ૬૬૩ ચોગ્ગા ફટકાર્યા છે. રોહિત શર્મા ૬૪૦ ચોગ્ગા સાથે ચોથા નંબરે છે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
