<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

બીજા સાથે સંબંધ બંધાવ તો છોકરાં થશેઃ તાંત્રિકે કહેતાં પતિએ પત્‍નીનો ગેંગરેપ કરાવ્‍યોઃ પછી દિયરોએ પીંખી નાખી

ઉત્તર પ્રદેશના બરેલીથી એક મોટા અને ચેતવણીજનક સમાચાર સામે આવ્‍યા : પરિણીત મહિલાને સંતાન ન હોવાથી તેના જ પતિએ પત્‍ની પર એક તાંત્રિકની જગ્‍યાએ લઈ જઈ બે દિયર દ્વારા સામૂહિક બળાત્‍કાર કરાવડાવ્‍યોઃ હેવાનિયત

બરેલી તા.૪: ઉત્તર પ્રદેશના બરેલીથી એક મોટા અને ચેતવણીજનક સમાચાર સામે આવ્‍યા છે. વાસ્‍વતમાં અહીં પરિણીત મહિલાને સંતાન ન હોવાથી પતિએ તેની પત્‍ની પર એક તાંત્રિકની જગ્‍યાએ સામૂહિક બળાત્‍કાર કરાવડાવ્‍યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. આ સાથે આ સામૂહિક બળાત્‍કાર એક કે બે વાર નહીં પરંતુ ઘણી વખત કરવામાં આવ્‍યું. એવો આરોપ છે કે, તાંત્રિક પરિણીત મહિલાને કોઈ નશીલા પદાર્થ આપતો હતો ત્‍યારબાદ તેનો પિતરાઈ દિયર તેના પર બળાત્‍કાર કરતા હતા. મહિલાની અરજીને આધારે પોલીસે પતિ અને તાંત્રિક સહિત છ લોકો સામે FIR નોંધી છે

તાંત્રિકે કહ્યું કે,સ્ત્રીને બીજા વ્‍યક્‍તિ સાથે સંબંધ બાંધવો પડશે

મૂળ પીલીભીતના એક ગામની રહેવાસી આ મહિલાએ પોલીસને જણાવ્‍યું ક, તેના લગ્ન ૨૦૨૩માં મીરગંજના એક યુવક સાથે થયા હતા. શરૂઆતમાં બધું બરાબર ચાલ્‍યું પરંતુ લગ્નના બે વર્ષ પછી પણ જ્‍યારે તેને બાળકો ન થયા, ત્‍યારે તેના સાસરિયાઓએ તેને હેરાન કરવાનું શરૂ કર્યું. એવો આરોપ છે કે, ગામથી લગભગ બે-ત્રણ કિલોમીટર દૂર આવેલા બીજા ગામમાં એક તાંત્રિક રહે છે. જ્‍યારે મહિલાનો પતિ તાંત્રિકને મળવા ગયો ત્‍યારે તેણે તેને કહ્યું કે, તેની પત્‍નીને કયારેય બાળકો નહીં થાય. જો તેણીને બાળકો જોઈતા હોય તો તેણે બીજા પુરુષ સાથે સંબંધ બાંધવો પડશે

તાંત્રિકની સલાહ મુજબ પતિ ઘરે આવ્‍યો અને ૧૨ એપ્રિલે તે મહિલાને તાંત્રિક પાસે લઈ ગયો. એવો આરોપ છે કે, મહિલાના પિતરાઈ દિયર સહિતના પહેલાથી જ ત્‍યાં હાજર હતા. તાંત્રિકે મહિલાને કંઈક પીવા માટે આપ્‍યું જેના કારણે તે બેભાન થવા લાગી. તેની બેભાનતાનો લાભ લઈને,તેના પિતરાઈ દિયર અને અન્‍ય વ્‍યક્‍તિએ મહિલા પર બળાત્‍કાર ગુજાર્યો.

મહિલા પર અનેક વખત સામૂહિક બળાત્‍કાર

એવો આરોપ છે કે, આ એક કે બે વાર નહીં પણ ઘણી વખત કરવામાં આવ્‍યું હતું. મહિલાનો આરોપ છે કે, જ્‍યારે તેણે આ વાત તેની સાસુ અને નણંદને કહી ત્‍યારે તેમણે પણ તેના પતિને ટેકો આપ્‍યો. તેમણે કહ્યું કે, જો તે ૫ લાખ રૂપિયા લાવે તો જ કંઈક થઈ શકે છે. તે પહેલાં કંઈ થશે નહીં. જો તે પાંચ લાખ રૂપિયા લાવે તો બધું સારું થઈ જશે. મહિલાની અરજી પર પર પોલીસે તેના પતિ, તાંત્રિક, બંને દિયર , સાસુ અને નણંદ વિરુદ્ધ FIRનોંધી છે. મીરગંજના ઇન્‍સ્‍પેક્‍ટર પ્રયાગરાજ સિંહે જણાવ્‍યું હતું કે, મહિલાની અરજી પર FIR નોંધવામાં આવી છે. આરોપીની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. 

(10:01 AM IST)