News of Wednesday, 4th June 2025
૨૦૪૭ સુધીમાં વિકસીત બનવા ભારતને ૮-૯% વિકાસ દરની જરૂર
ભારતનો વર્તમાન ૬.૫%નો વિકાસ દર ખૂબ જ વિશ્વસનીય વિકાસ દર છે.: રઘુરામ રાજન

નવી દિલ્હી તા.૪: કેન્દ્રની ભાજપ સરકારે ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના વાયદા કર્યા છે. ફાઇનાન્સિયલ યર ૨૦૨૫ ના ચોથા ક્વાર્ટરમાં ઇન્ડિયન ઇકોનોમિનો ગ્રોથ રેટ ૭.૪% નોંધાયો હતો, જ્યારે આખા વર્ષ માટે ગ્રોથ રેટ ૬.૫% નોંધાયો, વૈશ્વિક સ્તરે અશાંત વાતાવરણ વચ્ચે ભારતે મજબુત GDP ગ્રોથ નોંધાવ્યો હતો. એવામાં RBI ગવર્નર અને પ્રખ્યાત અર્થશાષાી રઘુરામ રાજને મહત્વનું નિવેદન આપ્યું છે.
એક ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં રઘુરામ રાજને કહ્યું, ‘‘હું હંમેશા ભાર પૂર્વક કહેતો આવ્યો છું કે, જો આપણે ૨૦૪૭ સુધીમાં વિકસિત દેશ બનવા માંગીએ છીએ, તો આપણને ૮, ૮.૫ થી ૯% વળદ્ધિ દરની જરૂર છે, કારણ કે આપણે હજુ પણ પ્રમાણમાં ગરીબ રાષ્ટ્ર છીએ.''
રઘુરામ રાજને એમ પણ કહ્યું કે ભારતનો વર્તમાન ૬.૫%નો વિકાસ દર ખૂબ જ વિશ્વસનીય વિકાસ દર છે. ખાસ કરીને ચૂંટણી ચક્ર દરમિયાન સરકારી ખર્ચ મુલતવી રાખવા અને કામચલાઉ આંકડાકીય બદલાવોને ધ્યાનમાં રાખીને આ સારો વિકાસ દર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે હવે આરામ કરવાનો સમય નથી.
તેમણે એમ પણ કહ્યું કે ભારતે ઉચ્ચ વળદ્ધિ દર ટકાવી રાખવા માટે નિર્ણાયક રીતે કાર્ય કરવું પડશે. તેમણે કહ્યું કે રોકાણને અનલૉક કરીને, કન્ઝપ્શન બેઝ વધારીને, અને સ્થાનિક અને વિદેશી બંને વ્યવસાયોને ભારતીય અર્થતંત્ર તરફ આકર્ષવા પડશે.
રાજને વધતી જઈ રહેલી વૈશ્વિક અનિ?તિતાને વિકાસનો સૌથી મોટો અવરોધ ગણાવ્યો હતો. તેમણે ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને વિકાસ માટે ખતરા રૂપ ગણાવ્યો હતો.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
