News of Monday, 2nd June 2025
લગ્નોત્તર સંબંધોના કારણે પતિને દહેજ હત્યામાં ફસાવી શકાય નહિ
દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો ચુકાદોઃ કોર્ટે આરોપીને આપ્યા જામીન : લગ્નેત્તર સંબંધો પત્ની પ્રત્યે ક્રૂરતા આવવા આત્મહત્યા માટે ઉશ્કેરણી સમાન ગણી શકાય નહી

નવી દિલ્હી,તા.૨: દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે વ્યક્તિનું લગ્નેત્તર સંબંધો ક્રૂરતા અથવા આત્મહત્યા માટે ઉશ્કેરણીના દાયરામાં આવતા નથી, જ્યાં સુધી તે સાબિત ન થાય કે તેનાથી પત્નીને મુશ્કેલી કે પીડા થઈ છે. ન્યાયાધીશ સંજીવ નરુલાએ કહ્યું કે લગ્નેત્તર સંબંધો પતિને દહેજ હત્યા માટે ફસાવવાનો આધાર નથી, જો કથિત સંબંધ અને દહેજની માંગ વચ્ચે કોઈ જોડાણ ન હોય.
૧૮ માર્ચ, ૨૦૨૪ ના રોજ લગ્નના લગભગ પાંચ વર્ષમાં, સાસરિયાના ઘરે પત્નીના અકુદરતી મળત્યુ બાદ ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ ૪૯૮એ (ક્રૂરતા), ૩૦૪-બી (દહેજ મળત્યુ) અને ૩૦૬ (આત્મહત્યા માટે ઉશ્કેરણી) હેઠળના કેસમાં ધરપકડ કરાયેલા પુરુષને કોર્ટે જામીન આપ્યા હતા.
આ કેસમાં, કોર્ટે કહ્યું કે લગ્નેત્તર સંબંધ પતિને દહેજ મળત્યુ માટે ફસાવવાનો આધાર નથી. બેન્ચે કહ્યું કે જો મળતક મહિલાના મળત્યુનું કારણ લગ્નેત્તર સંબંધ હતો, તો દહેજની માંગ કેવી રીતે વચ્ચે આવી શકે? ફક્ત એક જ આરોપ પર વિચાર કરવો યોગ્ય છે. લગ્નેત્તર સંબંધ અને દહેજ માંગ વચ્ચેનો સંબંધ પુરાવાના આધારે સાબિત થવો જોઈએ.
કોર્ટે કહ્યું કે આરોપી માર્ચ ૨૦૨૪ થી કસ્ટડીમાં છે અને તેને સતત કસ્ટડીમાં રાખવાનો કોઈ ફાયદો થશે નહીં કારણ કે તપાસ પૂર્ણ થયા પછી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. કોર્ટે કહ્યું કે નજીકના ભવિષ્યમાં ટ્રાયલ પૂર્ણ થવાની શકયતા ઓછી છે. આવી સ્થિતિમાં, આરોપીને ૫૦,૦૦૦ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ અને એટલી જ રકમના બે જામીન પર જામીન પર મુક્ત કરવો જોઈએ.
મળતકના પરિવારે આરોપ લગાવ્યો હતો કે આરોપીનો તેના ઓફિસ સાથીદાર સાથે લગ્નેત્તર સંબંધ હતો અને જ્યારે તેને તેના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે તેનું શારીરિક શોષણ કર્યું. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આત્મહત્યા કરતા પહેલા મહિલાને નિયમિત ઘરેલુ હિંસાનો સામનો કરવો પડ્યો હતો.(૪૦.૬)
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
