તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Sunday, 1st June 2025
કેનેરા બેંકે ગ્રાહકોને મોટી રાહત આપી:તમામ બચત ખાતાઓમાં લઘુત્તમ સરેરાશ માસિક બેલેન્સ જાળવવાની ઝંઝટમાંથી મુક્તિ
બચત ખાતા, પગાર ખાતા અથવા ARI ખાતામાં સરેરાશ માસિક બેલેન્સ કરતાં ઓછું રાખો છો તો પણ કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં

નવી દિલ્હી :સરકારી માલિકીની કેનેરા બેંકે તેના ગ્રાહકોને મોટી રાહત આપી છે. કેનેરા બેંકે તમામ પ્રકારના બચત ખાતાઓમાં લઘુત્તમ સરેરાશ માસિક બેલેન્સ (AMB) જાળવવાની જરૂરિયાત સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. હવે જો તમે તમારા બચત ખાતા, પગાર ખાતા અથવા ARI ખાતામાં સરેરાશ માસિક બેલેન્સ કરતાં ઓછું રાખો છો તો પણ તમારી પાસેથી કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં. કેનેરા બેંકે 1 જૂન, 2025 થી આ નવો નિયમ લાગુ કર્યો છે.
લઘુત્તમ સરેરાશ માસિક બેલેન્સ એ સૌથી ઓછી રકમ છે જે દંડથી બચવા માટે આખા મહિના દરમિયાન બચત ખાતામાં જાળવવાની જરૂર પડતી હોય છે. બેંકો ગ્રાહકના ખાતાના પ્રકાર અને શાખાના સ્થાનના આધારે લઘુત્તમ સરેરાશ માસિક બેલેન્સ નક્કી કરે છે. અગાઉ, કેનેરા બેંકના ગ્રાહકોને તેમના ખાતાના પ્રકાર પર આધાર રાખીને લઘુત્તમ સરેરાશ માસિક બેલેન્સ રાખવું ફરજીયાત હતું. જો કોઈ લઘુત્તમ સરેરાશ માસિક બેલેન્સ નથી રાખતું તો પહેલા દંડ ભરવો પડતો હતો.
બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આ નવી નીતિ સાથે કેનેરા બેંકના બધા બચત ખાતા ધારકો હવે તેમના ખાતામાં પેનલ્ટી-ફ્રી બેલેન્સનો આનંદ માણી શકશે. એટલે કે દંડથી બચવા માટે તેમને હવે લઘુત્તમ સરેરાશ માસિક બેલેન્સ રાખવાની જરુર નહીં રહે." આ નીતિ સાથે કેનેરા બેંક તેના લાખો ગ્રાહકોને લાભ આપવાનું લક્ષ્ય રાખ્યું છે, જેમાં પગારદાર વ્યક્તિઓ, વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ, NRI અને બેંકિંગ સેવાઓનો પ્રથમ વખત ઉપયોગ કરનારાઓનો સમાવેશ થાય છે.
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
